ITI સચિન ખાતે વિવિધ ટ્રેડની ખાલી બેઠકોમાં પ્રવેશ મેળવવા તા.૩૦ જૂન સુધી અરજી કરી શકાશે
પ્રવેશ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો
સચિન સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા(ITI) ખાતે વર્ષ-૨૦૨૪ અંતર્ગત હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર, ફિટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, પ્લમ્બર, વેલ્ડર, ફેશન ડીઝાઇન એન્ડ ટેક્નોલોજી, કોપા, આઇઓટી વગેરે જેવા NCVT ટ્રેડમાં ખાલી બેઠકો પર એડમિશન માટે પ્રવેશ ઇચ્છુક ઉમેદવાર તા.૩૦/૦૬/૨૦૨૪ સુધી અરજી કરી શકશે. પ્રવેશ મેળવવા માટે જરૂરી પ્રમાણપત્ર સાથે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. તેમજ વધુ માહિતી https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર મળી જશે એમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા,સચિનના આચાર્યની યાદીમાં જણાવાયું છે.
