વહેવલ ગામે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તથા આશ્રમશાળા અને ઉત્તર બુનિયાદીમાં શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત ,મહુવાના સામાજિક ન્યાય સમિતિ ના અધ્યક્ષ રમીલાબેન પટેલ તથા
તા.પં.સભ્ય ચંદ્રેશભાઈ પટેલ તથા વિક્રમભાઈ પટેલ તથા વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ નરોત્તમભાઈ પટેલ, સરપંચ સંજયભાઈ પટેલ ગામના હોદ્દેદારો,આગેવાનો તેમજ સી.આર.સી બટુકભાઈ ડાભી અને એસ.એમ.સી.ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાઓમાં મહેમાનોએ નવા પ્રવેશ મેળવેલ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવી શિક્ષણપથ પર આગળ વધવાના આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા કન્યા કેળવણી તથા પર્યાવરણનું મહત્વ સમજાવતા સુંદર વક્તવ્યો રજૂ થયા હતા. કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. વહેેવલ ગામની તમામ શાળાઓમાં વહેવલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. તરફથી એજ્યુકેશન કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે દાતાઓને શાળા પરિવારે સન્માનિત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમમા દરેક શાળામાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત સાહિત્ય કોર્નર બનાવીને સરકારની વિવિધ યોજનાઓ તથા શૈક્ષણિક સામગ્રીઓ પ્રદર્શિત કરાઈ હતી. અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ગામજનો તરફથી દરેક શાળામા તિથી ભોજન કરાવવામાં આવ્યું હતું.
