રોડ રોમિયો સાવધાન હવે ખેર નહીં,મહુવા પોલીસે અકસ્માત નિયંત્રણ કરવા સ્પેશિયલ વાહન ચેકીંગ અભિયાન શરૂ કર્યું.
મહુવા તાલુકામાં વધતા અકસ્માત ના બનાવો ના પગલે મહુવા પોલિસ દ્વારા રોડ રોમિયો તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે લાલ આંખ કરી હોય તેવું નજરે પડી રહ્યું છે .હાલમાં જ વાંસકુઈ નહેર નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો તે બનાવ બાદ તંત્ર સફાળે જાગી ગયું છે ત્યારે મહુવા પોલીસ પણ સજાગ બની ગઈ છે કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ રોમિયોગિરી કરતા ને રોડ રોમિયોને નાથવા મહુવા પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે મહુવા પી.એસ.આઈ એસ.એમ પટેલ દ્વારા અકસ્માત ની ઘટના બાદ વાહન ચેકીંગ નું અભિયાન પુર જોશમાં ચલાવવામાં આવી રહ્યું છે વાંસકુઈ ચોકડી નજીક મહુવા પોલીસ દ્વારા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વાહનો તમામ ડોક્યુમેન્ટ તેમજ વાહન ચાલક નશા ની હાલતમાં છે કે કેમ જેવી દરેક બાબત ની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે રોડ રોમિયોગિરી કરતા રોમિયો ને નાથવા સ્કૂલ શરૂ થવા તેમજ સ્કૂલ છૂટવાના સમયે જો સ્કૂલ નજીક પોલીસ ખડકી દેવામાં આવે તો મહુવા તાલુકાનું મોટું દુષણ દૂર થાય એમ છે.