શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ- ૨૦૨૪
ગુજરાત બિન અનામત શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમના ડિરેક્ટર પી.જે.ભગદેવ (આઈએએસ) બારડોલી ખાતે ૨ પ્રાથમિક શાળાઓમાં ૧૪૪ ભુલકાઓને પ્રવેશ કરાવ્યો.
પીએમશ્રી કન્યાશાળા બારડોલીમાં ૭૪, કુમાર શાળા બારડોલીમાં ૭૦ ભૂલકાઓ અને બીએબીએસ હાઇસ્કૂલમાં ધો.૯માં ૩૦૮ અને ધો.૧૧માં ૨૪૧ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો.
‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ’’ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળણવી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે ગુજરાત બિન અનામત શિક્ષણ અને આર્થિક વિકાસ નિગમના ડિરેક્ટર પી.જે.ભગદેવે બારડોલી તાલુકાની પીએમશ્રી કન્યાશાળા ખાતે આંગણવાડીના છ, બાલાવાટિકાના ૫૬ અને ધો.૧માં ૧૨ મળી ૭૪ ભૂલકાઓ જયારે કુમાર શાળાના ૧૫ આંગણવાડી, ૩૫ બાલવાટિકા અને ધો.૧માં ૨૦ મળી ૭૦ મળી ૧૪૪ ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો હતો. સાથે બીએબીએસ હાઇસ્કૂલમાં ધો.૯માં ૩૦૮ અને ધો.૧૧માં ૨૪૧ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો હતો.
આ અવસરે મેનેજિંગ ડિરેક્ટર તથા અન્ય મહાનુભાવોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ પ્રસંગે બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર, શાળાના આચાર્ય મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
