પલસાણા તાલુકાના વરેલી ગામની ગુજરાતી-હિન્દી પ્રાથમિક શાળા ખાતે ૧૩૩ ભુલકાઓને પ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ

Facebook
Twitter
WhatsApp
Telegram

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪
 
પલસાણા તાલુકાના વરેલી ગામની ગુજરાતી-હિન્દી પ્રાથમિક શાળા ખાતે ૧૩૩ ભુલકાઓને પ્રવેશ કરાવતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ
 
બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવાનો અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી
વિદ્યાર્થીઓમાં શિક્ષણનો દિપ પ્રજ્જલિત કરવા સમગ્ર રાજયમાં ‘‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ’’ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળણવી મહોત્સવનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સુરત જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલે જિલ્લાની પલસાણા તાલુકાની વરેલી ગામની ગુજરાતી અને હિન્દી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીના ૨૭, બાલવાટિકાના ૭૫, ધો.૧ના ૩૧ બાળકો મળી કુલ ૧૩૩ ભૂલકાઓને શૈક્ષણિક કિટ્સ આપીને ઢોલ નગારાના તાલે વાંઝતે ગાઝતે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, એકપણ બાળક શિક્ષણથી વંચિત રહે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. બાળકોને નાનપણથી જ શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન થાય તેવા પ્રયાસો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો. શાળામાં આવતા બાળકો પૈકી કોઈ અધવચ્ચેથી અભ્યાસ છોડી ન જાય તેની તકેદારી લેવા જણાવ્યું હતું. તેમણે શાળાના બાળકો ભણી ગણીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને તેવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી.
આ પ્રસંગે તેમણે વર્ગખંડમાં બાળકો સાથે સહજભાવે શિક્ષણ વિષયક પ્રશ્નોત્તરી કરીને જ્ઞાનની ચકાસણી કરી હતી.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી તથા અન્ય મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી યોગેશ પટેલ, તાલુકા વિકાસ અધિકારી પ્રકાશભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારી વિરલ ચૌધરી, આચાર્ય ઉપેન્દ્રભાઈ બુહા તથા મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતના બાળકો સોશિયલ મીડિયા- સ્માર્ટ ફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે રાજ્ય સરકાર રજૂ કરશે શિક્ષકો – વાલીઓ અને બાળકો

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન

સુરતની નવી સિવિલ હોસ્પિટલથી એક જ અઠવાડિયામાં બીજું અંગદાન   ૧૭ વર્ષીય બ્રેઈનડેડ અરૂણ ચૌરેના લીવર અને બે કિડનીનું દાન: સુરત નવી સિવિલ થકી ૬૨મું

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ

‘કરૂણા અભિયાન : ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે સરકારની કરૂણાસભર પહેલ   પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં આવતીકાલ તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ

મકરસંક્રાંતિ પર્વમાં ધાર્મિક લાગણીથી પશુઓ માટે ભોજનરૂપે દાનપુણ્ય કરતા નાગરિકો જોગ મકરસંક્રાંતિ/ ઉતરાયણ પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીઓ ધાર્મિક લાગણીથી પ્રેરાઈ પશુઓ માટે ભોજન રૂપે દાન