ચંદ્રયાન ૩ ના સફળ લેડિંગે દુનિયામાં ડંકો વગાડી દીધો છે ત્યારે આજે આખો દેશ ઇસરોના વૈજ્ઞાનિકો ની સફળતાને બિરદાવી રહ્યા છે.ભારત દેશનું નામ જ્યાં નામ રોશન થયું છે ત્યારે ચંદ્ર યાનના લેડિંગ ની ક્ષણોમાં જ્યારે આખો દેશ લાઈવ ટેલિકાસ્ટ નિહાળી રહ્યો હતો.જેની સફળતા બ્યુગલ વાગતા જ ઇસરો ના વૈજ્ઞાનિકો તાળીઓના ગડગડાટ સાથે વધાવી લેવામાં આવ્યા હતા.ત્યારે સુરત જિલ્લા મહુવા તાલુકાના પુના ગામના શિક્ષક અર્જુનભાઈ અમૃતભાઈ પટેલ જેમનો વિધાર્થી કે મિતુલ ત્રિવેદી જેમણે ચંદ્રયાન 3 ની ડિઝાઇન તૈયાર કરવામાં મહત્તમ ફાળો રહ્યો હતો.તેમજ જે દુનિયાની કમજોરી હતી તેનો જ ફાયદો આ ડીઝાઇન તૈયાર કરવામાં લીધો હતો. હાલ તો ઇસરોમાં સાયન્ટીસ્ટ છે. ચંદ્રયાન ૩ નું લેડિંગ અંતિમ ચરણમાં હતું ત્યારે શિક્ષક અર્જુનભાઈ આ પળ ને નિહાળી રહ્યા હતા અને લેન્ડિંગ થયા ના સમાચાર ની ખુશી જયારે આખો દેશ મનાવી રહ્યો હતો ત્યારે સફળ લેન્ડિંગ ના 15 મિનિટ બાદ તરત જ વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદી નો ફોન એમના શિક્ષક અર્જુનભાઈ પર આવ્યો ત્યારે શિક્ષક ખુશીની એ પળ ને રોકી ના શક્યા એમની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી અને વિધાર્થી જ્યારે સફળતાના શિખરને પામે છે અને શિક્ષક ને જ્યારે યાદ કરતા હોય ત્યારે શિક્ષક માટે એનાથી વધુ ખુશીની વાત કઈ હોય શકે.
ધ સત્યમેવ ન્યૂઝ ચેનલ દ્વારા શિક્ષક અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જે સંવાદ થયો એ જોતાં શિક્ષકે શિક્ષણ સાથે સંસ્કાર નું પણ એટલું જ સિંચન એમના વિધાર્થી ઓમાં કરેલ જણાઈ રહ્યું હતું.સુરત જિલ્લા મહુવા તાલુકા ના પુના ગામના વતની અર્જુન ભાઈ અમૃતભાઈ પટેલ જણાવે છે કે હું પુના ગામનો હોવા સાથે સાથે એક આદીવાસી હોવાનો મને ગર્વ છે.અને મારા વિધાર્થીઓની સફળતા એ મારા માટે સૌથી મોટી ગર્વ ની વાત છે.ચંદ્રયાન જ્યારે લેન્ડિંગ થઈ રહ્યું હતું ત્યારે ખુશીની એ પળોમાં હું ગદગદ થઈ ગયો હતો.ત્યારે શિક્ષક અર્જુનભાઇ એ સુરત જિલ્લા અને મહુવા તાલુકાનું નામ રોશન કરી દીધું છે અને ખાસ કરીને એ પણ સાબિત કરી દીધુ છે કે એક આદીવાસી શિક્ષક ની ક્ષમતા વિદ્યાર્થીઓનેવૈજ્ઞાનિક બનાવવાનની પણ છે ત્યારે હાલ તો સોસિયલ મીડિયામાં વૈજ્ઞાનિક અને શિક્ષક નો સંવાદ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.