પલસાણાના ડાંભા ગામની સીમમાં હત્યા કરાયેલ અજાણ્યા મૃતક પુરુષની ઓળખ માટે પોલીસને જાણ કરવા જાહેર અનુરોધ
૨૦થી ૨૫ વર્ષના અજાણ્યા મૃત પુરુષના વાલી વારસો મળી ન આવતા અન્ય નાગરિકોને મૃતક વિષે જાણકારી હોય તો કડોદરા GIDC પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
કડોદરા જી.આઈ.ડી.સી પોલીસને તા.૦૨/૦૫/૨૦૨૪ કલાક ૦૭:૧૫ આસપાસ પલસાણાના ડાંભા ગામની સીમમાં, મુકેશભાઈ ગોવિંદભાઈ ભાવસાર રહે. ચલથાણ, તા.પલસાણાની માલિકીની બ્લોક નં.૭૩ બી વાળા ખેતરના શેઢા પર કોઈ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણસર એક ૨૦થી ૨૫ વર્ષના પુરૂષનું મોત નીપજાવી ખૂન કરી મરનારની ઓળખ ન થાય તે માટે ખેતરના શેઢા ઉપર પડેલ લાકડાથી લાશ સળગાવી દઈ પુરાવાનો નાશ કરી નાસી છૂટ્યો છે. મૃતકના જમણા હાથે કાંડા ઉપર મોરપીછ તથા વાંસળીનુ ટેટુ છે, તેમજ ડાબા હાથે બાવડા ઉપર લાલ કલરનુ ટેટુ તથા કાંડાની પાસે દિલના ચિત્રમાં અંગ્રેજીમાં ‘A’ તથા ખંજરનુ ચિત્ર છે, તેમજ ગરદનના ભાગે ગોળ રાઉન્ડમા ચોકડીનુ ચિત્ર છે. મૃતકના વાલી વારસની આજ સુધી તપાસ કરતા-કરાવતા મળી આવ્યા નથી. મૃતકના કોઈ વાલી વારસ મળી આવે તો કડોદરા G.I.D.C પો.સ્ટે સુરત ગ્રામ્ય ખાતે મો.૯૪૨૬૮૪૧૧૦૦, ૯૯૭૯૪૦૫૬૫૬, ૭૩૫૯૯૯૩૯૯૯ ઉપર સંપર્ક કરવા કડોદરા GIDC પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી.શાહની યાદીમાં જણાવાયુ છે.
પલસાણાના ડાંભા ગામની સીમમાં હત્યા કરાયેલ અજાણ્યા મૃતક પુરુષની ઓળખ માટે પોલીસને જાણ કરવા જાહેર અનુરોધ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ
The Satyamev News
January 1, 2025
નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે
The Satyamev News
January 1, 2025
આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે
The Satyamev News
January 1, 2025