લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
મતદાન લોકશાહીનું અમૂલ્ય અંગ: લોકશાહીને મજબૂત બનાવવા દરેક નાગરિકોએ અચૂક મતદાન કરવું જ જોઈએ: પ્રથમ વખત મતદાતા વત્સલ પટેલ
૧૯ વર્ષીય વત્સલ પટેલે મતદાન કરી નવા મતદારોને લોકશાહી પ્રક્રિયાનો મહત્વનો ભાગ બનવા પ્રેરણા પૂરી પાડી હતી
સુરત:મંગળવાર: લોકસભાની ચુંટણીમાં ઉત્સાહભેર ભાગ લઈ સુરતીઓએ મતદાનના અવસરને પણ પ્રસંગની જેમ માણ્યો હતો. ડીંડોલી સ્થિત માતૃભૂમિ વિદ્યાલયમાં ૧૯ વર્ષીય વત્સલ પટેલે પ્રથમ વખત મતદાન આપી નવા અને યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. પ્રથમ વખત મતદાન કરવા આવેલા વત્સલે ઉત્સાહભેર જણાવ્યું કે, અમે બધા મિત્રોએ આ વખતે અચૂક મતદાન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ અમે બધા અલગ અલગ જગ્યાએ રહેતા હોવાથી એક નિર્ધારિત સમયે પોત પોતાના વિસ્તારમાં મત આપવા પહોંચી ગયા હતા. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વત્સલે લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવી ખાસ કરીને પોતાના જેવા યુવા મતદારોને અચૂક મતદાન કરી રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવવા પ્રેરણા પૂરી પાડી હતી.