ચૂંટણી ફરજ પર તૈનાત સચિન વિસ્તારમાં સચીન પોલીસ અને હોમગાર્ડઝ યુનિટના જવાનોની પ્રશંસનીય કામગીરી
સચીન હોમગાર્ડ જવાનોએ સિનિયર સિટીઝન્સ, અશક્ત મતદારોને મતદાન મથકે લઈ જવામાં કરી મદદ
સુરતઃમંગળવારઃ લોકસભા સામાન્ય ચૂંટણીમાં યુવાથી માંડીને વયોવૃધ્ધ, દિવ્યાંગ તેમજ અશક્ત મતદારોએ પણ મતદાનમાં ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી, ત્યારે લોકસભા ચૂંટણીમાં ૮૫ વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે ઘરેથી પણ પોસ્ટલ બેલેટથી વોટ કરી શકાય એમ હોવા છતાં સચીન વિસ્તારના કેટલાક વૃદ્ધોએ ઘરેથી વોટ નહિ કરી મતદાન મથકે જઇને મતદાન કરવા મક્કમ બન્યા હતા. તેઓ આજે તા.૭મીએ મતદાન મથકે સરળતાથી પહોંચી શકે એ માટે માટે સચીન પોલિસ અને હોમગાર્ડની ટીમ મદદે આવી હતી. પોલિંગ બુથ પર વૃદ્ધો અને દિવ્યાંગો માટે તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને હોમગાર્ડ ટીમના સભ્યો દિવ્યાંગ, અશક્ત અને સિનીયર સિટીઝનોને મતદાન મથકની અંદર પણ દોરી ગયા હતા અને ફરજના ભાગરૂપે પ્રશંસનીય કામગીરી નિભાવી હતી.