Vote for India: સ્વામિનારાયણ ગુરૂકુલ-સુરતના વિદ્યાર્થીઓએ વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી મહત્તમ મતદાનનો સંદેશ આપ્યો
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, વેડ રોડ, સુરતના વિદ્યાર્થીઓએ ગુરૂકુલ પરિસરમાં સમગ્ર ભારતના વિવિધ રાજ્યોની પરંપરાગત વેશભૂષા ધારણ કરી દેશના તમામ રાજ્યમાં મહત્તમ મતદાન થાય એ માટે Vote for India નો પ્રેરક સંદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓએ લોકશાહીમાં પ્રત્યેક રાજ્યનું આગવું પ્રતિનિધિત્વ અને મહત્વ રહ્યું છે એ વાતને ઉજાગર કરવા માટે તમામ રાજ્યોના નકશાઓના મોડેલને એકબીજા સાથે ગોઠવી ભારતનો વિશાળ નકશો બનાવ્યો હતો અને આગામી લોકસભા ચૂંટણીમાં દેશભરમાં વધુમાં વધુ મતદાન થાય, લોકો જાગૃત્ત બની અવશ્ય મતદાન કરે એવી ભાવના વ્યક્ત કરી હતી.