કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાશે
 
નવસારી લોકસભાનાં સચિન, કનકપુર, ચોર્યાસી, ડુમસ અને ભીમપોરમાં શેરી નાટક, મૌખિક સંદેશ દ્વારા મતદારોને જાગૃત કરાશે
 
સુરતઃગુરુવારઃ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોની ભાગીદારી વધે તેમજ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાતાઓ મતદાન કરે તે માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવસારી લોકસભા વિસ્તારમાં મતદારોને એકત્રિત કરી ૧૦૦% મતદાન થાય એવા આશયથી વિવિધ સ્થળોએ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.26 થી 28 એમ ત્રણ દિવસીય આ કાર્યક્રમ સચિન ખાતેથી શરૂ કરવામાં આવશે. જેમાં મતદાતાઓને મતદાનના મહત્વ વિશે શેરી નાટક દ્વારા માહિતી અપાશે. તેમજ કાર્યક્રમ દરમિયાન મતદાન શપથ, મૌખિક સંદેશ, સ્પર્ધા અને ઈનામ વિતરણ પણ કરવામાં આવશે. તા. 27 ના રોજ વી આર મોલ અને તા.28ના ડુમસ બીચ અને ભીમપોર વિસ્તારમાં કાર્યક્ર્મ યોજાશે.
આ કાર્યક્રમનાં સફળ આયોજન માટે કેન્દ્રીય સંચાર બ્યુરો, જિલ્લા વહીવટી તંત્ર અને નેહરુ યુવા કેન્દ્ર કાર્યરત છે એવું કેન્દ્રીય સંચાર બ્યુરોનાં ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં

કોસ ખાતે બે ઘરોમાં લાગેલ આગમાં ત્રણ પરિવારો ની ઘરવખરી લપેટમાં અનાવલ : મહુવા તાલુકાના કોસ ગામે આવેલ એક ઘરમાં આકસ્મિક રીતે આગ લાગવાની ઘટના

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા 

નવજાત બાળકે દુનિયા જોતા પહેલા જ ડગ માંડ્યા  સામાન્ય પણે પ્રસુતિ દરમિયાન બાળકનું માથું પહેલા બહાર આવે પરંતુ આ તો પગ બહાર આવ્યા! ઇમરજન્સી પ્રસુતિ

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન

કાયદા વિભાગ દ્વારા ગુજરાતના તમામ આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર્સ માટે ગાંધીનગર ખાતે  એક દિવસીય તાલીમનું આયોજન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આયોજિત તાલીમ કાર્યક્રમનો કાયદા મંત્રી

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે

NRI દંપતિ પુના શાળાની મુલાકાતે સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક વિદ્યામંદિર પુના તા મહુવા જિ સુરતમાં આજરોજ તા.4/01/2025 ના રોજ સુરત જિલ્લાના મહુવા