સણવલ્લા ચેક પોસ્ટ નજીકથી ઈગ્લિશદારૂ ભરેલી કાર ઝડપાઈ.
પોલીસ સૂત્ર દ્વારા 15 એપ્રિલ ના રોજ સાંજે 9 કલાકે પાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના સણવલ્લા ચેક પોસ્ટ પર વાહન ચેકીંગ ચાલી રહ્યું તે અરસામાં ફોર વિલર ક્રેટા કાર નંબર G. J.21.CB.8887 ના ચાલકે વાહન ચેકીંગ અને પોલીસને જોતા પોતાના કબજાનું વાહન થોડે દુર મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસે કાર નજીક જઈ કારની તલાસી લેતા કાર અંદરથી 672 નંગ ઈંગ્લીશદારૂ ની બોટલ કિંમત રૂપિયા 80,400 તેમજ ફોર વિલર કારની કિંમત રૂપિયા 8 લાખ મળી કુલ્લે 8,80,400 નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી