પુના ગામના યુવક તાડ પરથી પટકાતા મોત
મહુવા તાલુકાના પુના ગામે યુવક તાડના ઝાડ ઉપરથી નીચે પડતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.
પોલીસ સૂત્ર દ્વારા 10 એપ્રિલના રોજ ચાર કલાકે જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયા ખાતે તાડના ઝાડ ઉપર તાડફડી પાડવા ચઢેલ યુવક હર્ષદભાઈ ખાલપભાઈ માંહ્યાવંશી રહે પુના આશ્રમ ફળિયા તાલુકા મહુવા જી સુરત જેઓ તાડ ના ઝાડ ઉપર ચઢતા સમયે ઉપરથી નીચે પડી જતા તેઓને સારવાર અર્થે વલવાડા ખાનગી હોસ્પિટલ બાદમાં 108 મારફતે અનાવલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મરણ જાહેર કરતા મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.