જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ

Facebook
Twitter
WhatsApp
Telegram

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
 
જિલ્લા કલેકટર કચેરી ખાતે લોકસભાની ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયુ
 
કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન બાદ ઈવીએમ અને વીવીપેટની વિધાનસભા બેઠક દીઠ ફાળવણી શરૂ
 
બે દિવસમાં ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૪૫૩૦ મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા ૫૬૫૪ ઈવીએમ અને ૬૧૦૭ વીવીપેટની ફાળવણી સંપન્ન થશે
લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાનના દિવસે કોઈ પણ બૂથ પર વોટીંગની સમસ્યા ન સર્જાય અને વધુમાં વધુ મતદાન થાય તે માટે તંત્રએ આગોતરૂ આયોજન કર્યું છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઈઝડ રેન્ડમાઈઝેશન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાઓમાં કુલ ૪૫૩૦ મતદાન મથક માટે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દ્વારા ૫૬૫૪ ઈવીએમ અને ૬૧૦૭ વીવીપેટની ફાળવણી કરવામાં આવશે.

ચૂંટણી તંત્ર દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં (EMS) સોફ્ટવેરની મદદથી રેન્ડમાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેની યાદી પણ તમામ પક્ષને તંત્ર દ્વારા સોંપવામાં આવશે. રેન્ડમાઈઝ કરાયેલાં ઈવીએમ જિલ્લાની તમામ વિધાનસભાઓના એ.આર.ઓ.ને સુપરત કરવામાં આવશે, તેમજ આ ઈવીએમ જે-તે વિધાનસભાના નિયત અધિકારીઓ દ્વારા સ્ટ્રોંગ રૂમમાં સંગ્રહ કરવામાં આવશે.
અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી તા.૭મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન યોજાનાર છે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આજે ફર્સ્ટ રેન્ડમાઈઝેશન કરાયું છે રેન્ડમાઈઝડ ઈવીએમની યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. સુરત જિલ્લાના ચૂંટણી તંત્રના ઈવીએમ-વીવીપેટ વેરહાઉસ ખાતે સંગ્રહિત તમામ ઈવીએમ મશીન એફએલસી ચેકિંગ થયેલા છે. રેન્ડમાઈઝડ ઈવીએમ જિલ્લાની વિધાનસભા મત વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીઓ-ARO ને સોપવામાં આવી રહ્યા છે. જયાં ARO દ્વારા વિધાનસભા મત વિભાગ કક્ષાના સ્ટ્રોંગરૂમમાં માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં નિયત પ્રોટોકોલ મુજબ ઈવીએમ રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રેન્ડેમાઈઝેશન દ્વારા સુરત અને બારડોલી લોકસભા બેઠક હેઠળની ૧૬ વિધાનસભા બેઠકોમાં ૪૫૩૦ મતદાન મથકો ખાતે મૂકવા માટેના ઈવીએમ અને વીવીપેટની ફાળવણી થશે. તમામ વિધાનસભા બેઠકોમાં તેમને ફાળવવામાં આવેલા મતદાન યંત્રો-વીવીપેટના સુરક્ષિત સંગ્રહ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તથા સી.સી.ટીવી કેમેરા સાથે સ્ટ્રોન્ગ રૂમ્સ ઉભા કરવામાં આવ્યા છે.
ઈવીએમમાં બેલેટ યુનિટ અને કન્ટ્રોલ યુનિટ એમ બે એકમોનો સમાવેશ થાય છે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન દરમિયાન ચૂંટણી પંચે ઠરાવેલા ધારાધોરણો પ્રમાણે પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રના કુલ મતદાન મથકોની સંખ્યાના ૧૨૫ ટકા લેખે BU- બેલેટ યુનિટ, ૧૨૫ ટકા લેખે CU- કન્ટ્રોલ યુનિટ અને ૧૩૫ ટકા વીવીપેટ તકેદારીના રૂપમાં ફાળવણી થશે. ૪૫૩૦ મતદાન મથકો માટે ઉપરોક્ત ધારાધોરણ પ્રમાણે બેલેટ યુનિટ્સ-કન્ટ્રોલ યુનિટ્સ અને વીવીપેટની ફાળવણી કરાશે. ફર્સ્ટ રેન્ડમાઈઝેશન બાદ સશસ્ત્ર પોલીસ સુરક્ષા હેઠળ બે દિવસમાં જિલ્લાના સંબધિત એઆરઓને ઈવીએમની સોંપણી કરવામાં આવશે. મતદાનની તારીખ પૂર્વે દરેક વિધાનસભા બેઠકને ફાળવવામાં આવેલા કુલ ઈવીએમ અને વીવીપેટનું ફરીથી સેકન્ડ રેન્ડમાઈઝેશન કરાશે અને તેના આધારે ક્યા નંબરનું યંત્ર ક્યા મતદાન મથકે જશે તે નિર્ધારિત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું.

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું. માટી ભરેલી ૧ હાઈવા ટ્રક અને જે.સી.બી મળી ૫૦ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી ચોમાસા-૨૦૨૫ દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના 6 પુરુષ અને 3 મહિલા ગામ લોકોની તકેદારી સાથે પોલીસના હાથે ઝડપાયા હતા.

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી ઢોર મારી પોલીસને સુપ્રત કર્યા હતા.

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી

error: Content is protected !!