શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં મકાન/ઔદ્યોગિક એકમો ભાડે આપવા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
શહેરની શાંતિ અને સલામતી અર્થે I/C પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં મકાનો/દુકાનો/ઔદ્યોગિક એકમો ભાડે આપે ત્યારે તેના માલિકો/સંચાલકોએ તેની માહિતીની નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સિટીઝન ફર્સ્ટ એન્ડ્રોઇડ એપ્લિકેશન મારફતે ફરજીયાત પણે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સાથે જ આવી મિલકતોનું વેચાણ કરે કે તે સિવાય તેની માહિતી માહિતી, સમિતી રચાઇ હોય તો તેના પ્રમુખ/ચેરમેને પોતાની પાસે અને જો સમિતિ ન રચાઈ હોય તો જે તે મિલ્કતના માલિકોએ આ માહિતી પોતાની પાસે ફરજીયાત રાખવાની રહેશે. અને પોલીસ દ્વારા માંગણી થયે બતાવવાની રહેશે. જેમાં મિલકતના માલિકનું નામ,સરનામું,ટેલીફોન નં.,ભાડે આપેલ મકાન/દુકાન/ઓફિસના માલિકો/એકમની અને બાંધકામની વિગત, ભાડે આપવા સત્તા ધરાવતા વ્યક્તિનું નામ, સરનામું ટેલી.નં., ભાડે આપ્યાની તારીખ, ભાડૂઆતના ફોટા સહિત પુરૂ નામ, હાલનુ અને મૂળ વતનનું સરનામું, ભાડૂઆતના બે થી ત્રણ સગા સબંધી ઓના નામ, સરનામા, ભાડૂઆતની ભલામણ કરનારનું નામ, સરનામું, ટેલીફોન નં., ભાડે આપેલી મિલકતની લીવ લાયસન્સના કરારની માહિતી ચોક્કસ નિયમોને આધીન રાખવાની રહેશે. આ હુકમ તા.૨૯/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
