લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪
યુવા અને ગ્રામ્ય મતદારો માટે સુરત શહેર-જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ નિદર્શનના કાર્યક્રમો યોજાયા
ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (EDC) ઉપર તા.૧લી જાન્યુ.થી ૧૬મી માર્ચ સુધી ૧,૦૦,૬૩૨ નાગરિકોએ મુલાકાત લીધી, જેમાંથી ૯૯,૪૬૪ નાગરિકોએ મોક વોટ કર્યું
મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાયા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને યુવા અને ગ્રામ્ય મતદારોને ઇવીએમ અને વીવીપેટ અંગે જાગૃત કરવાના હેતુ સાથે સુરત શહેર-જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં ઇવીએમ અને વીવીપેટ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર(EDC) તેમજ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વેન્સ(MDV) મારફતે મતદારોને EVM-VVPATના ઉપયોગ અંગે માહિતગાર કરાયા હતા. જિલ્લા-શહેરની સંબંધિત મામલતદાર કચેરીઓ, પુરવઠા કચેરીઓમાં ઉભા કરાયેલા ઇવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર (EDC) ઉપર તા.૧લી જાન્યુ.થી તા.૧૬મી માર્ચ સુધીમાં ૧,૦૦,૬૩૨ નાગરિકોએ મુલાકાત લીધી, જેમાંથી ૯૯,૪૬૪ નાગરિકોએ મોક વોટ કર્યા હતા. અઠવાલાઈન્સ સ્થિત જિલ્લા ચૂંટણી અધિકારીની મુખ્ય કચેરી, જિલ્લા સેવા સદન ખાતે ૧૦૮૦ નાગરિકોને મુલાકાત લઈ મોક વોટ કર્યું હતું. રિટર્નિંગ ઓફિસર (RO)/ રેવન્યુ સબ ડિવિઝન હેડક્વાર્ટર ખાતે ૯૯૫૫૨ નાગરિકોએ મુલાકાત લીધી હતી,જેમાંથી ૯૮૨૮૪ નાગરિકોએ મોક વોટ કર્યો હતો.
