લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત શહેરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર રસ્તા/જગ્યાનો અયોગ્ય ઉપયોગ ટાળવા અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને પોલીસ કમિશનરશ્રીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર પોલીસ કમિશનરશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા નગરપાલિકાઓ/બોર્ડ, નિગામો, પંચાયતોના રસ્તાઓ, માર્ગ મકાન કે સરકારી બોર્ડ નિગમ હસ્તકની જગ્યા ઉપર સમાચાર બોર્ડ અથવા જાહેર નોટિસ ન હોય એવા કોઈપણ પ્રકારના જાહેરાત પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મૂકવા પર, દિવાલો ઉપર ચિત્ર દોરવા પર, કમાનો/દરવાજા ઉભા કરવા પર, કોઈ પણ ખાનગી મિલકત ઉપર માલિકની પૂર્વ મંજૂરી વગર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર્સ મૂકવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો તા.૮/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
