વલવાડા મંદિર ફળિયા ખાતે 25 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
પોલીસ સૂત્ર પાસેથી તા.25 માર્ચ ના રોજ સવારે નવ કલાકે પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના વલવાડા મંદિરે ફળિયા ખાતે રહેતા વિરલ સુમનભાઈ પટેલ ઉ.વ.25 જેઓ તા.24 માર્ચના રોજ રાત્રીના 10 થી 11 વાગ્યાના આસપાસ કોઈ અગમ્ય કારણોસર આંબા ના ઝાડની ડાળી સાથે નાયલોનની દોરી બાંધી બીજા છેડે ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી.બનાવ અંગે મહુવા પોલીસ ને જાણ થતાં મહુવા પોલિસે રાત્રી દરમ્યાન બોડીનો કબજો મેળવી પી.એમ.રૂમ વલવાડા ખાતે મુકવામાં આવી હતી.જેમનું પી.એમ તા.25 માર્ચના રોજ સવારે નવ થી દશ કલાકે કરવામાં આવ્યું હોવાની માહિતી જાણવા મળે છે.