લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરતના ખટોદરા સ્થિત પી.એચ.બચકાનીવાલા શાળામાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
સ્વિપના ભાગરૂપે મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ચિત્ર, રંગોળી, વકતૃત્વ, નિબંધ અને ક્વિઝ સહિતની સ્પર્ધા યોજાઇ
આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અંતર્ગત શહેરના ખટોદરા વિસ્તાર સ્થિત પી.એચ.બચકાનીવાલા શાળામાં ચિત્ર, રંગોળી, વકતૃત્વ, નિબંધ અને ક્વિઝ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું. સાથે જ શાળાના શિક્ષકો અને સ્ટાફ સહિત વિદ્યાર્થીઓએ મતદાનની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. શાળામાં યોજાયેલી સ્પર્ધામાં બાળકોએ ‘વોટ ફોર બેટર ઈન્ડિયા’, ‘સહી સોચો સહી ચૂનો’ તેમજ ‘પાવર ઓફ વન વોટ’ સહિતના સૂત્રો સાથેની મતદાનને પ્રોત્સાહન આપતી રંગોળી અને ચિત્રો તૈયાર કર્યા હતા. તેમજ શાળાના શિક્ષકો સાથે બાળકોએ મતદાનની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર તેમજ જિલ્લાની શાળાઓમાં યોજાતી ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ બાળકોને ચૂંટણી પ્રક્રિયા તેમજ મતદાનના સવિશેષ અધિકારથી અવગત કરવાનો અને તેઓને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવવાનો છે.
