લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
સુરત જિલ્લામાં ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેર રસ્તા/જગ્યાનો અયોગ્ય ઉપયોગ ટાળવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં ચૂંટણી દરમ્યાન રાજકીય પક્ષ કે ઉમેદવાર દ્વારા નગરપાલિકાઓ/બોર્ડ, નિગામો, પંચાયતોના રસ્તાઓ, માર્ગ મકાન કે સરકારી બોર્ડ નિગમ હસ્તકની જગ્યા ઉપર સમાચાર બોર્ડ અથવા જાહેર નોટિસ ન હોય એવા કોઈપણ પ્રકારના જાહેરાત પાટિયા, પોસ્ટર, ધજા, પતાકા, બેનર્સ મૂકવા પર, દિવાલો ઉપર ચિત્ર દોરવા પર, કમાનો/દરવાજા ઉભા કરવા પર, કોઈ પણ ખાનગી મિલકત ઉપર માલિકની પૂર્વ મંજૂરી વગર રાજકીય નેતાઓના કટઆઉટ, જાહેરાત પાટિયા, બેનર્સ મૂકવા પર પ્રતિબંધ મુકાયો છે. આ જાહેરનામાનો તા.૬/૬/૨૦૨૪ સુધી અમલ કરાશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
