વલવાડા ઓલણ નદીના પુલ નજીક બે ફોર વિલર કાર સામ-સામે ટકરાતા અકસ્માત સર્જાયો.
પાપ્ત વિગત મુજબ મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર વલવાડા પુના વચ્ચે ના ઓલણ નદી પરના પુલ નજીક તા.22 માર્ચ ના રાત્રીના હરકોઈ સમયે બે ફોર વિલર કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.ફોર વિલર કાર G.J.19.AF.4540 અને ઇકો કાર નંબર G. J.26.N.5781 બન્ને ફોર વિલર સામ સામે ટકરાઈ હતી.અકસ્માત ની ઘટના બાદ મામલો ગરમાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોના ટોળા ને છુટા કરી રસ્તાને ખુલ્લો કરાવ્યો હતો.જોકે આ અકસ્માતની ઘટનામાં કોઈપણ જાનહાની ના સમાચાર જાણવા મળ્યા નથી.