અનાવલ થી સુરત જતી ઇકો કારમાં અનાવલથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ દમણ થી ઈકો કાર ( GJ-15-CN-6787)માં ત્રણ મહિલાઓ વિદેશી દારૂનો જથ્થો ભરી અનાવલ થઈ સુરત તરફ જનાર હોવાની બાતમી મળી હતી.જે બાતમી આધારે જિલ્લા એલસીબીના એ.એસ.આઈ ભમરસિંહ ચૌહાણ, એ.એસ.આઈ અરવિંદભાઈ પટેલ,પો.કો નિલેશભાઈ જીતુભાઈ અનાવલ વિસ્તારમાં વોચમાં બેઠા હતા તે દરમિયાન અનાવલ બસ સ્ટેન્ડ નજીક બાતમી વાળી ઈકો કાર આવતા તેને અટકાવી તલાસી લેતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 572 નંગ બોટલ કિંમત રૂ.41,200 ઉપરાંત રોકડ રકમ,ચાર મોબાઈલ અને કાર મળી કુલ્લે 5,53,240 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક હેમંતભાઈ પ્રજાપતિ(રહે-પારડી,જી-વલસાડ)સહિત ત્રણ મહિલા હંસાબેન પારઘી,ગીતાબેન પ્રજાપતિ અને સવિતાબેન ગૌસ્વામી (તમામ રહે-સુરત) ની ધરપકડ કરી હતી જયારે વિદેશી દારૂ આપનાર દમણના યુવાનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.