લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪
ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લામાં પરવાનાવાળા હથિયાર ધારણ કરવા પર પ્રતિબંધ તેમજ આવા હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની હદના વિસ્તારમાં પરવાના વાળા કે વિનાના કોઈ પણ વ્યક્તિએ શસ્ત્ર અધિનિયમની વ્યાખ્યામાં આવતું કોઈપણ હથિયાર ધારણ કરવા કે ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરવાના વાળા હથિયારો જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. અને પોલીસ સ્ટેશનોએ હથિયાર જમા થએની જાણ કરવાની રહેશે. રિન્યુઅલ અર્થે રજૂ કરેલ હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રિન્યૂ અરજી કર્યાની પહોંચ, રિન્યૂ ફી ભર્યા અંગેની ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે જે ચૂંટણી પૂર્ણ થયે પરત આપવાની રહેશે. આ જાહેરનામું હથિયાર લઈ જવાની ફરજ હોય તેવા અધિકારીઓને, રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકોના સુરક્ષા ગાર્ડો, કેન્દ્ર કે રાજ્યના જાહેર સાહસોની સુરક્ષા અર્થે રાખેલ સિક્યોરીટી ગાર્ડ, નેશનલ રાયફલ એસોસિયેશનના રમતવીરોને તથા હિરાની ફેકટરીઓ તથા સોના ચાંદીની દુકાનોમાં સલામતીની ફરજ બજાવતા ગાર્ડને કામકાજના સમય દરમિયાન લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો અમલ તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલ કરાશે. તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
