રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રસૃતા દર્શનાબેન હળપતિ માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’
બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓને પૌષ્ટિક પૂરક આહાર થકી મળી રહ્યું છે સુપોષણ
રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુધી વિવિધ લાભો પહોંચાડવામાં આવે છે. સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા સરકાર કટિબધ્ધ છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો કરવાનો છે. ગર્ભમાં રહેલા બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે સગર્ભાઓના પોષણ માટે “મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના” અમલમાં મુકવામાં આવી છે. ત્યારે આ યોજના હેઠળ બારડોલી તાલુકાના રામપુરા ગામના નવા હળપતિવાસ ફળિયામાં રહેતાં ૨૮ વર્ષિય લાભાર્થી પ્રસૃતા દર્શનબેન હળપતિ અને તેમના દોઢ વર્ષના નવજાત શિશુ દેવ હળપતિને પૂરક પોષણ આહાર મળી રહ્યો છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી પ્રસૃતા દર્શનાબેન રાકેશભાઇ હળપતિએ જણાવ્યું કે‘ હું સગર્ભા હતી ત્યારે રામપુરા ગામના આંગણવાડીના કાર્યકર દ્વારા આ યોજના વિશે જાણવા મળ્યું. મારા નવજાત બાળકને નાનપણથી જ પોષણયુકત આહર મળી રહે તે સરકાર દ્વારા પ્રતિ માસ પ્રતિ ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર ખાદ્યતેલ સાથેની કિટ્સ આંગણવાડી કેન્દ્રમાંથી નિયમિત મળે છે. મારું બાળક ૨ વર્ષનું થશે ત્યાં સુધી લાભ મળશે.
દર્શનાબેન વધુમાં જણાવ્યું કે, આહારમાં આયર્ન અને આયોડિનયુક્ત સત્વ મીઠું ઉપયોગમાં લેવાથી માતા અને બાળકમાં લોહીની ઉણપ રહેતી નથી, તેમજ સગર્ભા તંદુરસ્ત બાળકને જન્મ આપે છે, તેમજ ધાત્રી માતા, કિશોરીઓ તેમજ સગર્ભાઓના માનસિક અને શારીરિક વિકાસમાં ખૂબ મદદરૂપ થાય છે. મીઠામાં રહેલું આયર્ન મગજને સક્રિય બનાવે છે, અને લોહીમાં લોહતત્વ પણ જળવાઈ રહે છે, એનિમીયા થતો અટકે છે. માતૃશક્તિ આહારમાંથી જુદી જુદી પૌષ્ટિક વાનગીઓ બનાવીને આરોગવાથી મારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જ્યારે કોઇ પણ મહિલા બાળકને જન્મ આપે ત્યારબાદ એમના માતા-પિતાના દ્વારા સુવાવડ સમયે પૌષ્ટક ખોરાક આપવામાં આવે છે, તેની સાથે રાજ્ય સરકાર પણ અમારા જેવી હજારો મહિલાઓને પોષણયુકત આહાર આપી રહી છે જે બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નોધનીય છે કે, ૬ માસથી ૩ વર્ષની વય ધરાવતા બાળકો, અતિ ઓછું વજન ધરાવતા હોય તથા ૩-૬ વર્ષના બાળકો, ધાત્રી, સગર્ભાઓ તથા ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી હોય તે કિશોરીઓ અને ૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓને સત્વ યોજના હેઠળ આંગણવાડી મારફત પોષણકીટ આપવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં નામ નોંધણી કરાવી યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય છે.
આમ, ગર્ભસ્થ શિશુથી લઈને ધાત્રી માતાઓના પોષણના ઉદ્દેશ સાથે ‘સ્વસ્થ ગુજરાત’ના નિર્માણ માટે ‘સત્વ અભિયાન’ સાર્થક થઈ રહ્યું છે.
રાજ્યની સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
Facebook
Twitter
WhatsApp
Telegram
Thesatymevnews.com
સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર
https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888
Twitter :https://twitter.com/NewsSatyamev
YouTube:
https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw
Imstagram:
https://www.instagram.com/thesatyamevnews/
और खबरें
ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો
The Satyamev News
January 3, 2025
મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ
The Satyamev News
January 3, 2025
સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે
The Satyamev News
January 3, 2025