મહુવાના બીડ નજીક અકસ્માતમાં એક નું કમકમાટી ભર્યું મોત.
પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના મિયાપુર ગામે આવેલ રિલાયન્સ પેટ્રોલપંપ પર મહુવા બીડ ફળિયાનો યુવાન જીગ્નેશ રતિલાલભાઈ પટેલ મેનેજરની નોકરી કરે છે.જે પોતાના નિત્યક્રમ પ્રમાણે નોકરી પરથી ઘરે આવી પરત સાંજે પેટ્રોલપંપનો હિસાબ લેવા પંપ પર પોતાની મોટરસાયકલ (GJ-05-DA-3638) લઈ તા-11 ફેબ્રુઆરીને રવિવારે સાંજે જઈ રહ્યો હતો.તે દરમિયાન મહુવા બારડોલી સ્ટેટ હાઈવે પર પુલ નજીક બીડ ફળિયામાં કાર (GJ-19-BJ-4150)ના ચાલકે પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સામેથી મોટરસાયકલને અડફેટે લઈ ગંભીર અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવાન જીગ્નેશ પટેલ ગંભીર રીતે ઘવાતા તેનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતુ.ઘટના અંગે મહુવા પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી