ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારને સરકારની સૌથી અનમોલ ભેટ એટલે પી.એમ.આવાસ યોજના થકી મળતું ‘પોતાનું ઘર’: લાભાર્થી ભાવેશભાઈ ચુડાસમા

Facebook
Twitter
WhatsApp
Telegram

ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારને સરકારની સૌથી અનમોલ ભેટ એટલે પી.એમ.આવાસ યોજના થકી મળતું ‘પોતાનું ઘર’: લાભાર્થી ભાવેશભાઈ ચુડાસમા
 
વિશાળ જગ્યામાં મૂળભત તમામ સુવિધાઓ સાથેના પાકા ઘર હજારો પરિવારો માટે આશીર્વાદ સમાન
 
તમામ મૂળભૂત સુખ સુવિધાઓથી સજ્જ ઘર મેળવી અમારું જીવનધોરણ સુધર્યું અને અમારી ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે
 
૨૦ વર્ષ સુધી ૬થી ૭ ભાડેના મકાન બદલ્યા બાદ પોતાનું પાકું મકાન મેળવી ભાવેશભાઈનો પરિવાર અત્યંત આનંદિત
‘દુનિયાનો છેડો એટલે ઘર’ અને એમાંય જો એ ઘર પોતાનું હોય, તો આનંદની કોઈ સીમા જ નથી, એમ જણાવી ભાવેશભાઈ ચુડાસમા પ્રધાનમંત્રી(PM) આવાસ યોજના હેઠળ પોતાને મળેલા પાકા ઘરની ખુશી વ્યક્ત કરે છે. મૂળ જૂનાગઢના વતની ભાવેશભાઈ પોતાના પરિવાર સાથે સુરતમાં વસે છે.
૨૦થી વધારે વર્ષો સુધી ભાડેના ઘરમાં રહેતા પોતાની વ્યથા જણાવતા તેમણે કહ્યું કે, મહેનતની કમાણી ભાડામાં જવાથી હંમેશા દૂ:ખ થતુ હતું. પરંતુ આર્થિક પરિસ્થિતિને આધીન ભાડે રહેવાની ફરજ પડી હતી. વારંવાર બદલવા પડતા ભાડાના ઘરથી નોકરી-વ્યવસાય અને બાળકોને શાળામાં જવાની ઘણી મુશકેલીઓનો સામનો કરવો પડતો હતો. આજસુધી અમે ૬થી ૭ વાર ભાડાનું મકાન બદલ્યું હતું. પરંતુ છેલ્લા ૨ વર્ષથી PM આવાસ યોજના હેઠળ પોતાનું ઘર થતા હવે રાહત અનુભવી છીએ.
‘ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારને સરકારની સૌથી અનમોલ ભેટ એટલે પી.એમ.આવાસ યોજના થકી મળતું ‘પોતાનું ઘર’ એમ કહી ભાવવિભોર બની તેમણે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું સરકાર તરફથી મળેલા ઘર, શ્રેષ્ઠ વિસ્તારમાં ૨૪ કલાક પાણી, ગેસ લાઇન, લિફ્ટ, પાર્કિંગ, વિશાળ કમ્પાઉન્ડ, સી.સી.ટી.વી જેવી દરેક સુવિધાઓથી સજ્જ છે.
સુવિધાસભરની પાકી વસાહતને કારણે અમારા જેવા લાખો લોકો સુખી અને સંપન્ન થયા છે. અને અમારું જીવન ધોરણ સુધરવાની સાથે અમારી ઉત્તરોઉત્તર પ્રગતિ થઈ રહી છે. સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આવાસ યોજનાને પગલે લોકોને પરમેનન્ટ એડ્રેસ મળવાની સાથે પરમેનન્ટ ખુશી મળી ગઈ છે.
અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૫થી અમલી બનેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાને પગલે શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને પોતાનું માકુ રહેઠાણ મળ્યું છે. જેથી તેમનું જીવનધોરણ ઊંચું લાવી તેઓને વધુ સશક્ત બનાવી શકાય.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી

EMICIZUMAB પ્રોફાઈલ એક્સેસની સારવાર લેતા દર્દીની સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવી સિવિલ હોસ્પિટલમાં સફળ સર્જરી કરવામાં આવી   દર્દીને સ્વસ્થ કરવા નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રૂા.૧.૨૮

ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો બંધ કરી ડાયવર્ઝન કરાયો

ટ્રાફિક નિયમન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુંઃ   ગંગાધરા અને બારડોલી વચ્ચે જેતપુર ગામ નજીક LC-21 પર લિમિટેડ હાઇટ સબવે(LHS)ના નિર્માણની કામગીરીને ધ્યાને લઈને રસ્તો

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા ચકાસાઈ

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ: આશરે ૨૨ લાખ લીટર દૂધની ગુણવત્તા

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે

સમગ્ર ભારતમાં દૈનિક ૭૫ હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી નિગમ પ્રથમ ક્રમે   એસ.ટી નિગમે છેલ્લા બે વર્ષમાં ૪ કરોડથી વધુ ઓનલાઈન