મહુવા તાલુકાના ખંડાલ ગામના દિવાળીબેન હળપતિને PM આવાસથી મળી કાયમી છત્રછાયાઃ
સરકારની કલ્યાણકારી યોજના થકી બંન્ને દિકરાને મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ અપાવી શક્યા અને ઘરના ઘરનું સોહામણું સ્વપ્ન પણ થયું સાકારઃ
પાકું મકાન બનતા દર વર્ષે ચોમાસાની ઋતુમાં પડતી મુશ્કેલીઓનું નિવારણ થયુઃ
-:લાભાર્થી દિવાળીબેન હળપતિ
પોતાના કાચા મકાનને પાકાં મજબૂત ઘરમાં ફેરવવું એ દિવાળીબેનનું સ્વપ્ન હતું. મહુવા તાલુકાના ખંડાલ ગામના દિવાળીબેન હળપતિનું પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મંજૂર થયું હતું.મકાન બાંધકામ માટે રૂ.૧.૨૦ લાખની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત તરફથી હપ્તે રૂપિયા મળતા ઘર બાંધવાનું અઘરું કામ સહેલું લાગવા માંડ્યું હતું. તેમજ મનરેગા યોજના હેઠળ ૯૦ દિવસની રોજગારી મળી જેમાં રૂ.૧૭,૬૨૦ અલગથી આવાસ બાંધવા માટે મજૂરી પેટે મળ્યા હતા.સરકારની સહાય થકી દિવાળીબેન જેવી સામાન્ય મહિલા માટે ઘરનું ઘર બનાવવાનું સોહામણું સ્વપ્ન સાકાર થયું..
લાભાર્થી દિવાળીબેન ભગુભાઇ હળપતિ જણાવે છે કે, પહેલા મારૂ ઘર કાચુ હતુ માટીથી ચણતર કરેલું અને છાપરૂ દેશી નળીયા હોવાથી ચોમાસામાં વધુ વરસાદ પડે ત્યારે પાણી ટપકવાને લીધે ખુબ જ મુશ્કેલી પડતી હતી.
અમારી ગ્રામ પંચાયતના સરપંચશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે અમને વાત કરી, તેના અનુસંધાનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરત દ્વારા પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું.અમોને પ્રથમ હપ્તે રૂપિયા ત્રીસ હજાર એડવાન્સ પેટે આપ્યા હતા. જે રકમથી મકાનની કામગીરી શરૂ કરી ત્યાર બાદ મારૂ મકાન લીન્ટલ લેવલ સુધી આવતા બીજા હપ્તે પેટે રૂપિયા પંચાસ હજાર મળ્યા હતા. મકાનનું સંપૂર્ણ કામ પુર્ણ થતાં ત્રીજા હપ્તો રૂપિયા ચાલીસ હજાર મળ્યા હતા.જેમાં મેં અને મારા પતિએ મંજુરી કરી બચાવેલી અમારી જમાપુંજી ઉમેરી અમારા સ્વપ્નનું ઘર બનાવ્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મનરેગા યોજના દ્વારા આવાસ બાંધકામ કર્યું છે,સારૂં મકાન બનતા ગામમાં અમારો મોભો વધ્યો છે અને રહેવા માટે હવે પહેલા જેવી તફલીક પડતી નથી. આમ સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ મનરેગા યોજના અમારા માટે આર્શીવાદરૂપ નિવડી છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે,સરકાર દ્વારા અમારા જેવા ગરીબ-વંચિત વર્ગના લોકોને કેન્દ્રમાં રાખી અનેકવિધ યોજનાઓના લાભો આપવામાં આવે છે.સરકારની શૈક્ષણિક સહાય થકી અમારા બંન્ને દિકારા મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ કરે છે.સરકારની ફ્રી શીપ કાર્ડ યોજના થકી મોટા દિકરો કેયુર BAMSના ચોથા સેમસ્ટટર અને નાનો દિકરો હર્ષિત MBBSના બીજા સેમસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે.સરકારની સહાય થકી દિકરોઓનો અભ્યાસ પણ થઇ રહ્યો છે અને ઘરના ઘરનું સોહામણું સપનું પણ પુરૂ થયું છે,જે બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.