ગાંવ ચલો અભિયાન અંતર્ગત તાલુકાના ચાર સ્થળો પર કાર્યશાળા યોજાઈ.
સુરત :- મહુવા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત અભિયાન ગાંવ ચલોની કાર્યશાળા તા.04.02.2024 ને રવિવારના દીને બપોરે બે કલાકે તાલુકાની ચાર જિલ્લા પંચાયત દીઠ ચાર સ્થળો પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગાંવ ચલો અભિયાન ની કાર્યશાળા તાલુકાના મહુવા જિલ્લા પંચાયત ની ભાજપ કાર્યાલય બુદ્ધલેશ્વર ખાતે,કરચેલીયા જિલ્લા પંચાયતની કાછીયા સમાજની વાડી કરચેલીયા ખાતે,વલવાડા જિલ્લા પંચાયત ની દૂધ મંડળી પુના ખાતે,અનાવલ જિલ્લા પંચાયત ની સેવા સહકારી મંડળી અનાવલ ખાતે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત કરાઈ હતી.આ કાર્યક્રમમાં તાલુકા જિલ્લાના ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરપંચો,મહુવા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક સહિત તમામ હોદ્દાઓના હોદ્દેદારો,જિલ્લા સંગઠન ના હોદ્દેદારો સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ સહિત તમામ ભાજપ કાર્યકર્તાઓ જોડાયા હતા.
