વિદેશમાં અભ્યાસ કરવા માટે પરીક્ષાઓના પ્રકાર
વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની લાયકાત સુનિશ્ચિત કરવા માટેની પરીક્ષાઓ સામાન્ય રીતે બે કેટેગરીની હોય છે. એપ્ટિટ્યુડ અને લેન્ગવેજ પ્રોફોસિયન્સી ટેસ્ટ.
લેન્ગવેજ પ્રોફિસીયન્સી ટેસ્ટ
લેન્ગવેજ પ્રોફિસીયન્સી ટેસ્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ ઉમેદવારની વિદેશી ભાષા, જેમાં મુખ્યત્વે અંગ્રેજી સમજવાની ક્ષમતા નક્કી કરે છે. અહીં લેન્ગવેજ પ્રોફિસીયન્સી ટેસ્ટની મુખ્ય પરીક્ષાઓ જણાવવામાં આવી છે.
IELTS
IELTS એટલે કે ઇન્ટરનેશનલ ઈંગ્લીશ લેન્ગવેજ ટેસ્ટિંગ સિસ્ટમ સૌથી પ્રખ્યાત લેન્ગવેજ એપ્ટિટ્યુડ ટેસ્ટમાંથી એક છે. મોટાભાગના દેશો અને ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ ઉમેદવારનું ઈંગ્લીશ રીડિંગ, રાઇટિંગ, અને સ્પીકીંગમાં કુશળતા જાણવા IELTSને પ્રાથમિકતા આપે છે. IELTSનું પરિણામ બ્રિટિશ કાઉન્સિલ અને IDP દ્વારા ડિઝાઇન કરાયેલ બેન્ડ સિસ્ટમ પર આધારિત છે. જો તમે IELTS ટેસ્ટ આપવાનું વિચારી રહ્યા હોવ અને આ બાબતે શૈક્ષણિક માર્ગદર્શનની જરૂર હોય, તો તમારે સિલેબસ મોડ્યુલ પર આધારિત પ્રોફેશનલ IELTS કોચિંગ લેવું જોઈએ.
આ પણ વાંચો –વિદેશ જવાના અભરખાં હોય તો પહેલા આ વાંચી લેજો, ભારતીય લોકો માટે વિદેશમાં નવો પડકાર
TOEFL
TOEFL એટલે કે ટેસ્ટ ઓફ ઈંગ્લીશ એઝ એ પ્રોફિસીયન્સી લેન્ગવેજ ખૂબ પ્રચલિત લેન્ગવેજ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. શિક્ષણ મેળવવા માટે USA જતાં વિદ્યાર્થીઓમાં આ ટેસ્ટ ખૂબ લોકપ્રિય છે. IELTSની જેમ આ લેન્ગવેજ પ્રોફિસીયન્સી ટેસ્ટ પણ ઉમેદવારનું ઈંગ્લીશ રીડિંગ, રાઇટિંગ, અને સ્પીકીંગમાં કુશળતાનું વિશ્લેષણ કરે છે. જો તમે વિદેશમાં શિક્ષણ મેળવવા માટે TOEFLની તૈયાર કરવા માંગો છો, તો તેમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે ઓનલાઈન TOEFL કોચિંગ લઈ શકો છો.
એપ્ટિટ્યુડ ટેસ્ટ
એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાનો પ્રાથમિક હેતુ પસંદ કરેલા વિષય બાબતે ઉમેદવારની માનસિક તૈયારી ચકાસવાનો છે. અહીં તેમાંથી કેટલાંક એપ્ટિટ્યુડ ટેસ્ટ અંગઈ અને તેની તૈયારી કેવી રીતે કરવી તેની જાણકારી આપી છે:
SAT
સ્કોલાસ્ટિક એસેસમેન્ટ ટેસ્ટ(SAT) કેનેડા અને USAની યુનિવર્સિટીઝમાં અંડરગ્રેજ્યુએટ કોર્સીસમાં એડમિશન મેળવવા માટે આપવી પડતી ફરજિયાત પરીક્ષા છે. આ ટેસ્ટમાં ત્રણ મુખ્ય વિભાગો – રાઇટિંગ અને રીડિંગ, બેઝિક એપ્ટિટ્યુડ ટેસ્ટ અને ગણિતનો સમાવેશ થાય છે. જયારે SATના બીજા સેક્શનમાં નિબંધ વિભાગનો સમાવેશ થાય છે. આ પરીક્ષા આપતાં પહેલાં અગાઉથી યોગ્ય SAT ટેસ્ટની તૈયારી કરવી જરૂરી છે.
GRE
ગ્રેજ્યુએટ રેકોર્ડ એક્ઝામિનેશન(GRE) વિદેશમાં અભ્યાસ કરવા માટે સૌથી પ્રચલિત એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. GRE ગ્રેજ્યુએટ લેવલ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે. મોટાભાગની યુનિવર્સીટીઝ અભ્યાસક્રમોમાં પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે GRE સ્કોરને પ્રાથમિકતા આપે છે.
GMAT
ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ(GMAT) વિશ્વની ઘણી બધી યુનિવર્સીટીઝ દ્વારા સ્વીકારવામાં આવતો એપ્ટીટયુડ ટેસ્ટ છે. કેનેડા, USA, UK, યુરોપ સહીત અન્ય દેશોની ટોચની યુનિવર્સિટીઝ તેના મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે GMAT ટેસ્ટ સ્વીકારે છે. GMAT અંતર્ગત ઉમેદવારે એનાલિટિકલ રાઇટિંગ, રિઝનિંગ, વર્બલ રિઝનિંગ અને મેથેમેટિકલ રિઝનિંગનો કોમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ટેસ્ટ આપીને પોતાની યોયતા પુરવાર કરવાની રહે છે.
પરીક્ષાની તૈયારી
જો તમે વિદેશમાં વિશ્વની ટોચની યુનિવર્સીટીમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સાકાર કરવા માંગો છો, તો તમારે પ્રોફેશનલ કરિયર ગાઈડન્સ અને ઑનલાઇન કોચિંગ મેળવવું જોઈએ. સાથે જ તમારે વિદેશમાં અભ્યાસને સારી રીતે પૂર્ણ કરવા માટે તમારા નાણાંકીય આયોજન અંગે પણ નોંધ રાખવી જોઈએ. ત્યારે સેન્ટ્રલાઈઝ્ડ ચેકિંગ એકાઉન્ટ તમને તમારી નાણાંકીય વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે.
જણાવી દઈએ કે, IELTS, TOEFL, GRE, GMAT સહિતની અન્ય પરીક્ષાઓ માત્ર વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જ નહીં, પરંતુ તે તમારા પર્સનલ ગ્રોથ અને વૈશ્વિક સ્તરે શિક્ષણ મેળવવાની મુસાફરી શરુ કરવા માટે મદદરૂપ છે. તમે આ પરીક્ષાઓ પાછળ સમય આપીને અને પ્રયત્નો થકી વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂરું કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Career and Jobs, Career News, IELTS