આ ભરતીમાં બેંક મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. તમને જણાવી દઇએ કે કુલ 3049 ખાલી જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જો પગારની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 55 હજાર સુધીનો પગાર આપવામાં આવશે.
પોસ્ટિંગ
આ ભરતીમાં પસંદગી પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણેની કોઇ પણ બેંકમાં પોસ્ટિંગ આપવામાં આવી શકે છે.
Bank of Baroda
Bank of India
Bank of Maharashtra
Canara Bank
Central Bank of India
Indian Bank
Indian Overseas Bank
Punjab National Bank
Punjab & Sind Bank
Union Bank of India
UCO Bank
મહત્વની તારીખો
- 1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકાશે
- પ્રી એક્ઝામ ટ્રેનિંગના કોલ લેટર સપ્ટેમ્બરમાં આપવામાં આવશે
- પ્રી એક્ઝામ ટ્રેનિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે
- ઓનલાઇન પરીક્ષા સપ્ટેમ્બરના અંતમાં અથવા તો ઓક્ટોબરમાં લેવામાં આવશે
- મેઇન પરીક્ષા નવેમ્બરમાં લેવાશે
- આ પરીક્ષાનું રીઝલ્ટ ડિસેમ્બરમાં આવશે
- જાન્યુઆરી 2021 માં ઇન્ટરવ્યૂ માટેના કોલ લેટર જાહેર થશે
- એપ્રિલ 2024 થી પોસ્ટિંગ આપવામાં આવશે
વયમર્યાદા
આ ભરતીમાં વયમર્યાદા 20 વર્ષ થી લઈ 30 વર્ષ સુધી છે. જોકે આરક્ષિત કેટેગરીમાં આવતા ઉમેદવારોને તેમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે જેની જાણકારી તમે ઉપરોક્ત નોટિફિકેશનમાંથી મેળવી શકો છો.
અરજી ફી
આ ભરતીમાં સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે જ્યારે આરક્ષિત કેટેગરી અંતર્ગત આવતા ઉમેદવારોએ અરજી ફી પેટે 175 રૂપિયા ભરવાના રહેશે
આ રીતે કરો અરજી
- અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://www.ibps.in/ વિઝીટ કરો.
- હવે “Recruitment for PO”ની નોટિફિકેશન પર ક્લીક કરો.
- હવે “Click here for new registration” ના બટન પર ક્લિક કરો.
- હવે તમામ વિગતો ભરી રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી દો.
- હવે ફોર્મમાં તમામ વિગતો ભરો
- અંતમાં અરજી ફીની ચુકવણી કરો
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Bank Jobs, Career News, Jobs and Career