મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ.
મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીની કારોબારી ની મિટિંગ બાપા સીતારામ ની મઢુલી બુદ્ધલેશ્વર ખાતે તા.07.01.2024 ને રવિવારે બપોરે બે કલાકે મહુવા 170 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ઉપસ્થિતિ માં મળી હતી.આવનારી લોકસભાની ચૂંટણીલક્ષી ચર્ચાઓ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ મિટિંગમાં જિલ્લા ભાજપ મહામંત્રી જીગરભાઈ નાયક,જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ તુષાર પટેલ ,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક,સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ,23 બારડોલી લોકસભાના વિસ્તરક મૌલિકભાઈ,મહુવા તાલુકા પંચાયત પ્રમુખ શીલા બેન તેમજ તાલુકા જિલ્લાના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
