ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

Facebook
Twitter
WhatsApp
Telegram

ઓપરેશન સિંદૂર પછી આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર

સિવિલ હોસ્પિટલ દ્વારા રક્તદાન માટે સામાજિક સંસ્થાઓને અપીલ,તાત્કાલિક વ્યવસ્થાઓ શરૂ


‘ઓપરેશન સિંદૂર’ પછી ગુજરાત આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મોટા આદેશ અનુસાર તમામ સરકારી હોસ્પિટલોમાં વિજળી માટે અન્ય સ્ત્રોતની વ્યવસ્થા, બ્લડ ડોનેશન માટે કેમ્પ યોજવા અને જરૂરી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ રાખવા માટેનો નિર્દેશ આપ્યો છે. ઉપરાંત ખાનગી હોસ્પિટલોના તબીબો સાથે સંપર્ક સાધવા અને તમામ તાત્કાલિક જરૂરિયાતો માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે,જનરેટરની સુવિધા સહિત દવાઓ,સાધન સામગ્રીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તથા મેડિકલની તમામ ટીમો કોઇ પણ પરિસ્થિતિને પહોંચી વળવા સુસજ્જ છે.
સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ આદેશનો તાત્કાલિક અમલ થતાં તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, આર.એમ.ઓ. ડો. કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, બ્લડ બેંકના વડા ડો. જીતેન્દ્ર પટેલ અને ડો. ચિરાગ પટેલ દ્વારા વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
હાલ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૩ હજાર યુનિટની ક્ષમતા છે, જેમાં માત્ર ૫૦૦ યુનિટનું સ્ટોરેજ છે. આ મામલે આગોતરા આયોજન હેઠળ રક્તદાતા સંસ્થાઓ, સ્વયંસેવકો, યુવાનો અને એનજીઓને રક્તદાન માટે અપીલ કરવામાં આવી છે જેના પ્રતિસાદ રૂપે સ્વયંસેવકોએ તત્કાલ રક્તદાન કર્યું છે.
સ્વેચ્છિક રક્તદાન કરવા માટે બ્લડ બેંકના કાઉન્સેલર કાજલબેન (મો.૯૯૧૩૩-૨૬૫૦૨), આર.એમ.ઓ ડો.કેતન નાયક (મો.૯૮૨૫૩-૨૭૦૦૪),નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા (મો.૯૮૨૫૫-૦૪૭૬૬)નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

મહુવાના વાંસકુઈ ગામે રસોઈ કરતી વખતે પવનમાં તણખા ઉડતા ઘરવખરી નો સામના બળીને ખાખ.

મહુવાના વાંસકુઈ ગામે રસોઈ કરતી વખતે પવનમાં તણખા ઉડતા ઘરવખરી નો સામના બળીને ખાખ. સુરત, મહુવા:-સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ વિગત મુજબ મહુવા તાલુકાના વાંસકુઈ ગામે

ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ માટે સીધી ભરતી અંગેની અરજી પ્રક્રિયા શરૂ..

ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ માટે સીધી ભરતી અંગેની અરજી પ્રક્રિયા શરૂ.. તારીખ 16/05/2025થી તા. 06/06/2025 સુધી કરી શકાશે અરજી અરજી કરવા ક્લિક કરો: https://hc-ojas.gujarat.go

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજિટલ એરેસ્ટ જેવા વિવિધ

વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે AM/NSના CSR ફંડથી નિર્મિત નવચેતન ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજગરી ગામે રૂ.૧૦ લાખના ખર્ચે સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ

વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ચોર્યાસી તાલુકાના જૂનાગામે રૂ.૨.૫૦ કરોડના ખર્ચે AM/NSના CSR ફંડથી નિર્મિત નવચેતન ઇન્ટરનેશનલ સ્કુલ અને રાજગરી ગામે રૂ.૧૦ લાખના ખર્ચે સ્માર્ટ

error: Content is protected !!