બામણિયા સુગર નજીક ધોળે દહાડે ચોરીને અજામ આપતા ચોરો.
પોલીસ સૂત્ર દ્વારા પાપ્ત થતી વિગત મુજબ મહુવા તાલુકાના બામણિયા ગામના રહીશ ખડુંભાઈ કલ્યાણ પટેલ ઉ.વ.80 જેઓ મહુવા સુગર ફેક્ટરી નજીક કઢૈયા ત્રણ રસ્તા નજીક પોતાનું મકાન બંધ કરી સવારે લગભગ નવ થી દશ કલાક ના આસપાસ રામજી મંદિરે દર્શન કરવા ગયા હતા મંદિરે દર્શન કરી 11 કલાક ના આસપાસ ઘરે પરત ફરતા ઘરનું તાળું તૂટેલું હતું ઘરમાં અંદર જોતા ત્રણ કબાટ નો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો.તપાસ કરતા ઘરમાંથી 30,000 રોકડ 500 છુટા પૈસા તેમજ બે હાથ ઘડિયાળ મળી નહિ આવતા ચોરી થયાનો અહેસાસ થતાં ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરાતા મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જોકે ચોરીની ઘટનામાં મહુવા પોલીસ પ્રાથમિક જાણકારી મુજબ કોઈ જાણ ભેદુ જ હોવાનું અનુમાન લગાવી રહી છે.
