સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગોપલા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂર થયેલ મકાનોનું બાંધકામ કરાયા બાદ નિયમ મુજબ ના દસ્તાવેજો અને લાભાર્થીઓના ફોર્મ સાથે રજૂ કરેલા બિલના નાણા મંજૂર કરવા સહી કરવાના અવેજ પેટે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા કેયુર રમેશ ગરાસીયા (ઉ.વ.30)નાઓએ અરજદાર પાસે 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી.લાંચની રકમ આપવા ન માંગતા એક જાગૃત નાગરિકે હેતુલક્ષી વાતચીત કરી 8 હજાર રૂપિયા આપવા જણાવતા તલાટી સંમત થયા હતા. બીજી તરફ ફરિયાદીએ ACB પોલીસ ને જાણ કરતા મંગળવારના રોજ ગોઠવાયેલા છટકામા ગોપલા ગામનો તલાટી કેયુરભાઈ ગરાસીયા ગ્રામ પંચાયત ના ઓટલા ઉપર લાંચ ની રકમ સ્વીકારતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાયો હતો. એસીબીની સફળ ટ્રેપ નવસારી એસીબી પી.આઈ બી ડી રાઠવા દ્વારા સુરત ડિવિઝન ના મદદનિશ નિયામક આર આર ચૌધરી ના સુપરવિઝન માં કરાઇ હતી.મહુવા તાલુકાનો યુવાન તલાટી એસીબી હાથે લાંચ લેતા ઝડપાતા મહુવા તાલુકા સહિત જિલ્લાના તલાટીઓમાં ભારે ફફડાટ ફેલાય ગયો હતો.
