વડાપ્રધાનશ્રીની તા.૭મીની સુરત મુલાકાતને અનુલક્ષીને સુરત શહેરી વિસ્તાર ‘ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર: પોલીસ કમિશનરનું જાહેરનામુ
આગામી તા.૭ માર્ચના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે છે. અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. જે સંજોગોમાં વડાપ્રધાનશ્રી અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોતે જાહેરનામુ બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામા આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોકત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ રહેશે. આ હુકમ તા.૭/૦૩/૨૦૨૫ ના ૧૨.૦૦ AM થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
