મહુવા પોલીસ પરીક્ષાર્થીઓ માટે બની આશીર્વાદ રૂપ.
HSC અને SSC બોર્ડ ની પરીક્ષાનો આજથી રાજ્યભરમાં પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે વિધાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં એસ.ટી.સ્ટોપ પર પહોંચી જતા હોય છે બોર્ડની પરીક્ષા ને ધ્યાનમાં રાખી મહુવા પોલીસ પણ પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન મહુવા અનાવલ સ્ટેટ પર બસની રાહ જોતા પરીક્ષાર્થીઓને જોતા પોલીસે પરિક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી સરાહનીય કામગીરી કરી હતી.પોલીસ ની વિધાર્થીઓ પ્રત્યેની કામગીરી જોતા આજે ચારેકોર મહુવા પોલોસની સરાહનીય કામગીરી ની ચર્ચા થઈ રહી હતી.
