કિસાન સન્માન સમારોહમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ વિવિધ સ્ટોલ્સમાં શાકભાજી, કૃષિ ઉત્પાદનો પ્રદર્શિત કર્યા
સુરત ખાતે નવસારી કૃષિ યુનિ. સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત કિસાન સન્માન સમારોહમાં સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત શાકભાજી, કૃષિ ઉત્પાદનો વેચાણ માટે મૂકાયા હતા. બહોળી સંખ્યામાં લોકોએ આ ઉત્પાદનો ખરીદ્યા હતા. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને વેચાણ માટે બજાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવે છે.
