સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા હાઇબ્લડપ્રેશર, ડાયાબીટીસ જેવા રોગોની તપાસ માટેના મેગા અભિયાનનો શુભારંભ
જિલ્લામાં ૩૦ કે તેથી વધુ ઉંમરના અંદાજે ૫.૮૦ લાખ નાગરિકો માટે આરોગ્ય ટીમ ઘરે ઘરે મુલાકાત લઈને તપાસ નિદાન કરશે
જિલ્લાના નાગરિકોને બહોળી સંખ્યામાં લાભ લેવા અનુરોધઃ
નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા આશયથી રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૨૦મી ફ્રેબુઆરી થી “એન.સી.ડી. અંતર્ગત સ્પેશિયલ સ્ક્રીનીંગ ડ્રાઇવ” તરીકે હાઇબ્લ્ડપ્રેશર (બી.પી.) અને ડાયાબીટીસ (સુગર)ના દર્દીઓની મેગા સ્ક્રીનીંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જે અભિયાન તા.૩૧ માર્ચ સુધી ચાલશે.
આ મેગા ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લા આરોગ્ય વિભાગના એન.પી.-એન.સી.ડી પ્રોગ્રામ અંતર્ગત સુરત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ ડી.પટેલના માર્ગદર્શન તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સુજીત બી. પરમારના આયોજન હેઠળ ચેપી રોગોના સ્ક્રીનીંગ, નિદાન અને સારવાર માટે ખાસ અભિયાન શરૂ કરવામાં આવી છે. જેનો લાભ સુરત જિલ્લાના ૩૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ નિ:શુલ્ક બ્લડ પ્રેશર અને
આ અભિયાન દરમિયાન નાગરિકોએ નજીકના આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ, પેટા જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે નોંધણી કરાવી શકશે. ઉપરાંત આશા કાર્યકર, આરોગ્ય કર્મચારીઓ અને આયુષ્માન આરોગ્ય મંદિરની ટીમ ઘરે ઘરે આવી નોંધણી કરશે. બીપી તેમજ સુગરની તપાસ, નિદાન કરશે અને શોધાયેલ દર્દીઓને સારવાર હેઠળ મુકવામાં આવશે.
