કામરેજ તાલુકામાં પોસાદરા પાટીયાથી પાસોદરા ગામ જતો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
સુરત:-સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પોસાદરા પાટીયાથી પાસોદરા ગામ જતા રસ્તા પર સુડા દ્વારા બોકસ કલવર્ટ બનાવવાની કામગીરી શરૂ હોય જેથી સુરત જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા તા.૩૦/૧/૨૦૨૫ સુધી રસ્તાને બંધ કરવામાં આવ્યો છે. વૈકલ્પિક રસ્તા તરીકે સૌરાષ્ટ્ર રેસીડેન્સી વિભાગ-૧ની સામેથી પસાર થતો ટીપી-૪૫ રોડ આવેલ છે. ત્યાંથી અંબિકા હાઈટસ થઈ કેનાલ રોડ થઈ પાસોદરા ગામ તેમજ વાવ ગામ તેમજ નવા ગામ તરફ જઈ શકાશે. હુંકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.