વિદેશમાં ફળ-શાકભાજીના પાકોની નિકાસ કરતા ખેડુતોએ ફાર્મનું રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધઃ
સુરત જિલ્લાના ખેડુતોએ જો વિદેશમાં નિકાસ કરવામાં આવતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. જે અંતર્ગત બાગાયત ખાતા દ્વારા વિદેશમાં નિકાસ થતાં ફળ-શાકભાજી પાકો માટે ફાર્મનું રજીસ્ટ્રેશન કરી તે અંગેનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જેમાં રસ ધરાવતા અરજદારોએ રજીસ્ટ્રેશનનાં ફોર્મ મેળવી જરૂરી સાધનિક કાગળો જેવા કે તાજેતરની ૮-અ અને ૭-૧૨ ની નકલ, આધાર કાર્ડની નકલ, ખેતરનો કાચો નકશો અને ફાર્મ ડાયરી સાથે સુરતની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ (ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે સંપર્ક સાધવા સુરતના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.