અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડ ખર્ચે પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

Facebook
Twitter
WhatsApp
Telegram

અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડ ખર્ચે પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું
સુરત શહેરના અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્કના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુરત મહાનગર પાલિકાના દરેક વિસ્તારમાં સમાન વિકાસ થયો છે. સમગ્ર ભારતમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાએ ઝુંપડપટ્ટી મુકત થવાની દિશામાં અગ્રેસર કામગીરી કરી છે. પીવાના પાણી, સ્વચ્છ વાયુ, સફાઈ સહિત દરેક ક્ષેત્રેમાં સુરત અગ્રેસર રહ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કોસાડમાં કુલ ૬૪.૨૫ કરોડથી વધુના પ્રથમ તબક્કાના કામોને મંજુરી મળી છે. જેમાંથી આજે રૂ.૧૦ કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કોર્પોરેશન વિસ્તારના નજીકના ગામડાને જોડતા રસ્તા બનાવવામાં આવ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં સિટી લાઈટ જેવો વિસ્તાર વિકસિત થયો છે.
આ અવસરે મેયર દક્ષેશભાઈ માવાણીએ સમગ્ર ભારત વર્ષમાં સુરત મહાનગર પાલિકા સ્વચ્છતા અને સ્વચ્છ વાયુ પ્રદૂષણમાં પ્રથમ નંબરે આવ્યું છે. સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વ્હિકલમાંથી ૪૦ ટકા ઈ-વ્હિકલના ઉપયોગથી સુરતમાં ૭૦૦૦ મેટ્રિક ટન કાર્બન ઉત્સર્જન એક વર્ષમાં ઓછુ થયું છે. સમગ્ર દેશમાં સૌથી લાંબો ઈલેક્ટ્રિક વ્હિકલ સાથેનો BRTS કોરીડોર આપણા સુરતમાં કાર્યરત છે. રાત્રી સફાઈ દરમિયાન એક વર્ષ ૪૨૦૦ મેટ્રિક ટન ધૂળ દૂર કરી છે. સુરત મનપા દ્વારા પીવાનું શુધ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. એટલે જ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક સુવિધામાં આપવામાં સુરત મહાનગર પાલિકા પ્રથમ રહ્યું છે.
આ કાર્યક્રમમાં ડ્રેનેજ સમિતિના ચેરમેન શ્રી કેયુરભાઈ ચપટવાલાએ કહ્યું હતું કે, સમગ્ર નેટવર્કને મંજૂરી મળી છે પરંતુ તબક્કાવાર કામગીરી પૂર્ણ થશે. સુરત મહાનગરપાલિકા તંત્ર લોકોની સુખાકારી માટે સતત કાર્ય કરી રહી છે. નવા વિસ્તારમાં નેટવર્કનું કામ, પમ્પિંગનું કાર્ય, ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતના કાર્યો સુરત મનપા પ્રથમ નંબરે આવે છે.
આ અવસરે કોર્પોરેટર સર્વશ્રી અજીતભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, ભાવિશાબેન પટેલ, ગાર્ડન સમિતિના ચેરમેન ગીતાબેન સોલંકી, બક્ષી પંચ મોરચાના પ્રમુખ અનિમેષભાઈ માળી, સંગઠન પ્રમુખ બ્રીજેશભાઈ પટેલ, APMS ડિરેક્ટર અંકુરભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ મુકેશભાઈ દેસાઈ, અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેશનના અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય