પુના ગામની ઐતિહાસીક ધરોહર પર આદિવાસીઓનો ઇતિહાસ, આદિવાસી રીતરિવાજો પ્રમાણે માતાજી મંદિરમાં બિરાજમાન.
સુરત,મહુવા:- દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં મહુવા તાલુકાના આદિવાસીઓ મહદ અંશે પરંપરાગત રીતે રિવાજો તરફ વળી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના પુના ગામમાં વધુ એક ઐતિહાસીક નિર્ણય લઈ ગામને આદિવાસી રીત રિવાજ તરફ લઈ જતા ગ્રામજનોએ ભવાની માતાને નવ નિર્મિત મંદિરમાં આદિવાસી રીત રિવાજો મુજબ ભગત બોલાવી વર્ષોથી બિરાજમાન માં ભવાનીને આદિવાસી રીત રિવાજો મુજબ મંદિરમાં બિરાજમાન કર્યા હતા.આદિવાસી ઓનું વાજિંત્ર તુર સાથે માં ભવાનીને મંદિરમાં બિરાજમાન કર્યા હતા.તા.17 નવેમ્બર ના રોજ માં ભવાની નિર્મિત ભવાની માતાજીના મંદિરમાં બિરાજમાન કર્યા હતા.ત્યારે જુના સ્થાનક ખાતે બિરાજમાન હનુમાનજી ને પણ નવા મંદિર ખાતે સ્થાપિત કરાયા હતા.આ પ્રસંગે ગ્રામજનો વહેલી સવારથી જ ગામના ઉત્સવમાં જોડાયા હતા.જે બપોર બાદ સામુહિક પ્રસાદ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.ત્યારબાદ સાંજે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરાયું હતું.
આવેલ ભગત પરથી પ્રાપ્ત વિગત
આ પ્રસંગે આવેલ ભગતના જણાવ્યા અનુસાર પુના ગામે આશ્રમ ફળિયા ખાતે જતા માર્ગ પર બનાવવામાં આવેલ માં ભવાની માતાને નવા મંદિરમાં આજે અમે બિરાજમાન કર્યા છે.ભગત વિપુલભાઈ બુદ્ધિયાભાઈ પવાર (પીઠાદરા) તેમજ શાંતુંભાઈ કાળુભાઇ રાઠોડ (ધોળકા) જણાવે છે કે અમે થોડા દિવસ અગાઉ માતાજી જુના સ્થાનક પર આવી અમે માતાજીની રજા લીધી કે માં તમને ગ્રામજનો નવા મંદિરમાં લઈ જવા ઈચ્છે તો તમે ત્યાં બિરાજમાન થશો કે નહીં ત્યારે માતાજીની મંજૂરી થી તારીખ વાર સમય નક્કી કરી અમે 17 નવેમ્બર ને રવિવારના રોજ અમે માતાજી ને મંદિરમાં લઈ ગયા હતા.તંત્રી સ્નેહલ પટેલના વધુ એક સવાલ પર ભગતજીને પૂછતાં તેમણે જણાવ્યું કે આ જે સ્થાનક હતું અંદાજિત 100 થી 150 વર્ષ જૂનું હોય શકે અને બાપ પેઠી કહેવાય એટલે કે એને વિસ્તાર થી સમજતા આ સ્થાનક વર્ષો પહેલા ગ્રામજનો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હશે અને આ એક ઘટાદાર વૃક્ષમાં સ્થાપિત કરાયું હતું.ત્યારબાદ આ ઘટાદાર વૃક્ષ ને કાપવામાં ની જરૂરિયાત વર્તાતા માતાજીના સ્થાનક ને સાઈડમાં ખસેડવામાં આવી હતી.જ્યાં હાલ બગલા ભ્રમચારી,કંસેરી માતા,ચોસઠ જોગણી માતા બિરાજમાન છે.ભગતજી ના જણાવ્યા અનુસાર હાલમાં જ્યાં માતાજી બિરાજમાન થયા છે ત્યાં શ્રદ્ધાળુઓ ભાવ ભક્તિ કોઈપણ માનતા રાખશે એની મનોકામનાઓ માતાજી પૂર્ણ કરશે હોવાનું આવેલ ભગતો દ્વારા જણાવ્યું હતું.
મહુવા તાલુકાના પુના ગામે જ્યારે આદિવાસીઓ દ્વારા આ આદિવાસી રીત રિવાજો દ્વારા પૂજા વિધિ કરવામાં આવી અને માતાજી ને નવનિર્મિત મંદિર માં સ્થાપિત કરાયા ત્યારે પુના ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.