માંડવી ITI ખાતે શ્રમ, કૌશલ્ય રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો  

Facebook
Twitter
WhatsApp
Telegram

માંડવી ITI ખાતે શ્રમ, કૌશલ્ય રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો
 
}} શિક્ષણમાં સ્કિલીંગ, અપસ્કિલીંગ અને રિ-સ્કિલીંગની પેટર્નને અનુસરવી અતિ આવશ્યક
}} કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, આપણે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકીએ:
:-શ્રમ, કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ
 
૩૨૬ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા
 
તાલીમાર્થીઓને ઉદ્યમ સાહસિકતા અને કૌશલ્ય સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરાયા

સુરતઃ શનિવાર: માંડવી ઔદ્યોગિક તાલીમ સંસ્થા-ITI ખાતે શ્રમ, કૌશલ્ય,આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને તેમજ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જેમાં વિવિધ ટ્રેડના ૩૨૬ તાલીમાર્થીઓને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓને ઉદ્યમ સાહસિકતા અને કૌશલ્ય સાથે આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા.
રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ઉપક્રમે આયોજિત સમારોહમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકાય છે.
સ્કિલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) સાથે યુવાનોમાં સોફ્ટ સ્કિલ્સ હોવી પણ એટલી જ જરૂરી છે. આઇટીઆઈ સંસ્થાઓમાં હવે કૌશલ્ય પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષણમાં સ્કિલીંગ, અપસ્કિલીંગ અને રિ-સ્કિલીંગની પેટર્ન છે, જેને અનુસરવી અતિ આવશ્યક છે. આ પદ્ધતિ કુશળ બનવું, સતત શીખતાં રહેવું અને કૌશલ્યને સતત અપગ્રેડ કરતા રહેવાનું શીખવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ માની રહ્યું છે કે ૨૧મી સદી ભારતની સદી છે અને તેની પાછળનું મોટું કારણ ભારતની યુવા વસ્તી છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બની રહી છે. સરકારના અનેકવિધ યુવા કલ્યાણના પગલાઓથી શિક્ષિત યુવા માટે રોજગાર અને સ્વરોજગારની વધુ નવીન તકો ઊભી થશે.
સાંસદ પ્રભુભાઈ વસાવાએ તાલીમાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
નોંધનીય છે કે, માંડવી ITI ખાતે ફિટર, ઇલેક્ટ્રીશ્યન, વાયરમેન, વેલ્ડર, મિકે.ડીઝલ એન્જીન, કોપા, સ્યુંગ ટેક્નોલોજી, બેઝિક કોસ્મેટોલોજી, હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર, AOCP ના ટ્રેડવાઈઝ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. ITI દ્વારા તાલીમાર્થીઓને ભવિષ્યમાં ઉદ્યમ સાહસિકતા, એપ્રેન્ટીસ યોજના અને રોજગારી પ્રાપ્ત કરવા જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આચાર્ય બી.એસ.ગામીત, ફોરમેન ઇન્સ્ટ્રક્ટર સર્વશ્રી કે. કે. ચૌધરી, એસ.બી.ચૌધરી, વાય.જી. ગામીત, એ.એલ.ચૌધરી સહિત સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટરો, તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ

સુરત જિલ્લાના સણવલ્લા, દોધનવાડી અને બારડોલી ખાતે નૂતન ગ્રામ વિદ્યાપીઠના બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ એક મહિનાની ગૌ-આધારિત પ્રાકૃતિક કૃષિ વિશેની તાલીમ મેળવીઃ   પંચગંવ્ય, કિટ નિયંત્રક જેવી

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ

નવા વર્ષના પ્રારંભે નવી સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર તથા હાડકાના ૧૫૧ દર્દીઓને બ્લેન્કેટનું વિતરણ   કેન્સરના દર્દીઓ તનાવ અને મુશ્કેલીઓમાંથી બહાર આવી સ્વસ્થ થાય તે

નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે

‘જે કહેવું તે કરવું’નો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કાર્યમંત્ર સાકાર કરતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર શહેરી જનસુખાકારી સાથે નાગરિક સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રીશ્રી

આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય છે: આંતરપાક પદ્ધતિથી આમળાનું વાવેતર કરવાથી ઉત્તમ ઉત્પાદન મળે છે

‘પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૧૫: સુરત જિલ્લો’   સ્વાસ્થય માટે ગુણકારી ‘આમળા’: પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ગુણોના ભંડાર એવા ‘આમળા’નું કરો વાવેતર   આમળા વિટામિન ‘સી’ ભરપૂર હોય