ઘડોઈ ગામની સીમમાંથી મહેન્દ્ર બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશીદારૂ ઝડપાયો.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે મહેન્દ્ર બોલેરો પિકઅપ ટેમ્પો (GJ-19-U-4447)માં વિદેશી દારૂનો જથ્થો ભરી ટાંકલ થી સણવલ્લા થઈ ઘડોઈ ગામથી મહુવા તરફ આવનાર છે.જે બાતમી આધારે મહુવા પોલીસ ઘડોઈ ગામની સીમમાં વોચમાં બેઠી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા તેને અટકાવવાનો પ્રયત્ન કરતા ચાલકે ટેમ્પો પુરપાટ ઝડપે હંકાર્યો હતો.પોલીસે ટેમ્પાનો પીછો કરતા ચાલક ટેમ્પો ઘડોઈ પટેલ ફળિયામાં ખેતરાડી માર્ગ પર ઉભો રાખી ખેતરમાં પલાયન થઈ ગયા હતા.પોલીસે ટેમ્પામા તલાશી લેતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો. પોલીસ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 1020 બોટલ કિંમત રૂ.1,16,160 અને ટેમ્પો કિંમત રૂ.1,50,000 મળી કુલ્લે 2,66,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.