નહેરુ યુવા કેન્દ્ર-સુરતના યુવા પ્રતિનિધિઓએ નડાબેટ ભારત-પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી: સેનાના જવાનોને મીઠાઇ અને ઘડિયાળની ભેટ આપી
નેહરુ યુવા કેન્દ્ર-સુરતના માર્ગદર્શન હેઠળ કાર્યરત નવકાર, કર્ણ યુદ્ધ ક્લબ તથા દોસ્તી સેવા ગ્રુપના પ્રતિનિધિઓએ બનાસકાંઠાના નડાબેટ(ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર) પર જઈને સૈનિકોને દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. ૨૦થી વધારે યુવાનોએ આ કાર્યક્રમ અંતર્ગત ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર પર તૈનાત સૈનિકોને દિવાળીની શુભેચ્છાઓ આપી ૭૦ જેટલા સૈનિકોને મીઠાઈ તથા ઘડિયાળની ભેટ આપી હતી. નડાબેટ ભારત-પાકિસ્તાન ઝીરો બોર્ડર, મ્યુઝિયમ, એડવેન્ચર અને મિલીટરી સંસાધનો પણ નિહાળ્યા હતા. સૈનિકોએ પરેડ કરી યુવા મિત્રોનું સન્માન કર્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને મેરા યુવા ભારત-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ મનોજ દેવીપુજક, રાષ્ટ્રીય યુવા સ્વયંસેવકો જૈવિક રૈયાણી અને નેન્સી દેવીપુજક, કર્ણ યુથ કલબના પ્રમુખ માનસી સોજીત્રા તથા દોસ્તી સેવા ગ્રુપના પ્રમુખ યુવરાજ બોકડીયા અને સ્વયંસેવકોએ કર્યું હતું.