મહુવા પુલ ઉપરથી પસાર થતી ઇનોવા કારમાંથી વિદેશીદારૂ ઝડપાયો.
પોલીસ સૂત્ર પાસેથી પાપ્ત વિગત મુજબ મહુવા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ઈનોવા કાર (GJ-05-RX-0933)મા વિદેશી દારૂનો જથ્થો ભરી અનાવલ થી મહુવા થઈ પલસાણા તરફ જનાર છે.જે બાતમી આધારે મહુવા પોલીસ પુલ પર બંને છેડે વોચમાં બેઠા હતા તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પુલ પર આગળ પાછળ થી ખાનગી કાર વડે આડાશ કરી ઈનોવા કાર અટકાવી કારની અંદર તલાશી લેતા અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2586 નંગ બોટલ કિંમત રૂ. 3,89,256 અને ઈનોવા કાર કિંમત રૂ.5 લાખ તથા મોબાઈલ મળી કુલ્લે 9,24,256 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી મુકેશ ઉર્ફે સોનુ જનરલ ભાઈ આહિરે (રહે-જોળવા, તા-પલસાણા) અને કિશન રાકેશભાઈ પટેલ (રહે-ચલથાણ, તા-પલસાણા)ની ધરપકડ કરી હતી.જ્યારે પાયલોટીંગ કરનાર કરચેલીયાના યોગેશ રવજીભાઈ પટેલ અને પ્રોહિ જથ્થો પૂરો પાડનાર વાંસદા તાલુકાના કેલીયા ગામના કિશોર નામના યુવાન અને પ્રોહિ જથ્થો મંગાવનાર ચલથાણ ગામના શનિને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી