સુરત જિલ્લામાં ૨૦ ટીમો દ્વારા ખેતીપાકોમાં નુકશાની સર્વેની કામગીરી હાથ ધરાઈ.
સુરતઃ ગુરૂવારઃ- સુરત જિલ્લામાં ઓક્ટોબર માસમાં પડેલા કમોસમી વરસાદથી પાક નુકસાની માટે સુરત જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીપાકોમાં થયેલા નુકશાન અંગે સર્વેની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. નવ તાલુકાઓમાં ૨૦ ટીમો બનાવીને નુકશાની સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.