અડાજણ ખાતે સાયબર સિક્યોરિટી અવેરનેસ સેશનનું આયોજનઃ
સુરતઃગુરૂવારઃ- ગુજરાત સિક્યોરિટી ઓપરેશન્સ સેન્ટર (GSOC) દ્વારા સાયબર સિક્યોરિટી અવેરનેસ(જાગરુકતા)માટે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ અને તાપી જિલ્લાના સરકારી કર્મચારીઓ માટે આવતીકાલ તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ બપોરે ૩.૦૦ થી ૫.૩૦ વાગ્યા દરમિયાન અડાજણા પરર્ફોમિગ આર્ટ સેન્ટર ખાતે સાયબર સિકયોરીટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવેરનેસ કાર્યક્રમ હેઠળ સાયબર સિક્યોરિટી હેઠળ સાયબર સિક્યોરિટી થ્રેટ્સ તથા તેની સામે રક્ષણ, પ્રાઈવસી તથા PII (પર્સનલી આઈડેન્ટીફાયેબલ ઇન્ફોર્મેશન), પાસવર્ડ, ઇન્ટરનેટ બ્રાઉજીંગ, મોબાઈલ, સોસિયલ મીડિયા, ડેસ્કટોપ વગેરેની સિક્યોરિટી અંગેની બેસ્ટ પ્રેક્ટિસ, ફીશિંગ એટેક અને અન્ય સાયબર એટેક અંગેની માહિતી આપવામાં આવશે