પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીનું અભિવાદન
માહિતી કચેરીના વિવિધ સંવર્ગના અધિકારી-કર્મચારીઓએ સંયુક્ત નિયામકશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા
સુરત:સોમવાર: પ્રાદેશિક માહિતી કચેરી-સુરત ખાતે માહિતી ખાતાના દક્ષિણ ઝોનના નવનિયુક્ત સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીનું સુરત માહિતી પરિવારે સ્વાગત અભિવાદન કર્યું હતું. કચેરીના વિવિધ સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓએ સંયુક્ત નિયામકશ્રીને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.
શ્રી અમિત ગઢવી, ગાંધીનગર (સોશ્યલ મીડિયા શાખા), પાટણ તેમજ બનાસકાંઠામાં નાયબ માહિતી નિયામક તરીકે ફરજ બજાવ્યા બાદ પ્રમોશન મળતા સુરતમાં સંયુક્ત માહિતી નિયામક તરીકે નિયુક્ત થયા છે.
નાયબ માહિતી નિયામક શ્રી યુ.બી.બાવીસા, સહાયક માહિતી નિયામક સર્વશ્રી સી.એફ.વસાવા અને મહેન્દ્ર વેકરીયા, સિનીયર સબ એડિટર પરેશ ટાપણીયા, માહિતી મદદનીશ વૈભવી શાહ, ટેકનિકલ આસિસ્ટન્ટ નરેશ પટેલ અને કર્મચારીઓએ તેમના નેતૃત્વમાં રાજ્ય સરકારની પ્રચાર-પ્રસારની કામગીરીને વધુ સુદ્રઢ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.