તા.૧૯મીએ સુરત જિલ્લાના પાંચ ગામો તથા ત્રણ નગરપાલિકાઓ ખાતે ”સેવા સેતુના કાર્યક્રમ” યોજાશે

Facebook
Twitter
WhatsApp
Telegram

તા.૧૯મીએ સુરત જિલ્લાના પાંચ ગામો તથા ત્રણ નગરપાલિકાઓ ખાતે ”સેવા સેતુના કાર્યક્રમ” યોજાશે
 
આધારકાર્ડ, રેશનકાર્ડમાં સુધારા વધારા સહીત જુદા જુદા ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓ મળશે ઘરઆંગણે લાભ મળશેઃ

સુરતઃ શુક્રવારઃ- રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રશ્નોને ઘર આંગણે હલ કરવાના હેતુ સાથે પ્રજાની લાગણી- માગણી- અપેક્ષાઓ પરીપૂર્ણ કરવા માટે તા.૧૯/૧૦/૨૦૨૪ના રોજ સુરત જિલ્લાના વિવિધ ગામોમાં તથા નગરપાલિકાના વિવિધ સ્થળોએ સેવા સેતુના કાર્યક્રમો યોજાશે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાની જવાહર વિદ્યાલય સણીયાકણદે ખાતે, કામરેજ તાલુકાના વાવ ગામે, મહુવા તાલુકાના વલવાડા પ્રાથમિક શાળા ખાતે, માંગરોળ તાલુકાના હરસણી ગામની પ્રાથમિક શાળા, ઉમરપાડાના ચવડા પ્રા.શાળા, બારડોલી તાલુકાની મઢી ગામ ખાતે એમ.કે.પટેલ માધ્યમિક શાળા ખાતે ઉપરાંત માંડવી નગરપાલિકાના ધી માંડવી એજ્યુકેશન સોસાયટી સંચાલિત માંડવી હાઇસ્કુલ ખાતે, કડોદરા અને તરસાડી નગરપાલિકાની કચેરી ખાતે સેવા સેતુના કાર્યક્રમો યોજાશે.
આ સેવા સેતુના કાર્યક્રમમાં એકજ સ્થળે ૧૩ વિભાગોની ૫૫ જેટલી સેવાઓનો લાભ મેળવી શકાશે. સેવાસેતુમાં સવારે ૦૯.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા દરમિયાન વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, PMJAY માં અરજી, મફત હેલ્થ ચેકઅપ, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ તથા જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંઘણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સમ્માનનિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજ જોડાણ, બેંકીંગને લગતી સેવાઓ સહીત જનકલ્યાણકારી એવી ૫૫ જેટલી સેવાઓના લાભો લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

The specified slider does not exist.

Thesatymevnews.com

સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને મેળવો લેટેસ્ટ સમાચાર આપના મોબાઈલ પર

Facebook

https://www.facebook.com/people/The-Satyamev-News/100095382408888

Twitter :https://twitter.com/NewsSatyamev

YouTube: 

https://www.youtube.com/channel/UCusmivWpjgv3oaFb8UqCnlw

Imstagram:

https://www.instagram.com/thesatyamevnews/

और खबरें

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું.

ભૂસ્તર વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે મહુવા તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન ઝડપ્યું. માટી ભરેલી ૧ હાઈવા ટ્રક અને જે.સી.બી મળી ૫૦ લાખથી વધુનો જથ્થો જપ્ત કરાયો

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી

જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લામાં પ્રી-મોન્સૂન ૨૦૨૫ની કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક મળી ચોમાસા-૨૦૨૫ દરમિયાન કરવાની થતી પૂર્વ તૈયારીઓના આયોજન અંગે માર્ગદર્શન આપતા

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના 6 પુરુષ અને 3 મહિલા ગામ લોકોની તકેદારી સાથે પોલીસના હાથે ઝડપાયા હતા.

મહુવા તાલુકામાં અન્ય એક ઘટના મુજબ ઝેરવાવરા ગામે કાળા કપડાં ઝોળી અને મોરપીંછ સાથે માથે સાફો બાંધી લોકોને ઊભા રાખી જબરજસ્તી ભીખ માંગતા મહાવર ગેંગના

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી ઢોર મારી પોલીસને સુપ્રત કર્યા હતા.

મહુવા તાલુકાના ગુણસવેલ ગામે ઘરે ઘરે ફરતા એક મહિલા અને એક પુરુષને શંકાસ્પદ હરકતો સાથે જોતા ગામ લોકોએ નાના બાળકો ઉઠાવી લેતી ગેંગના સભ્યો સમજી

error: Content is protected !!